Bhavnagar

હોર્ન વગાડવાની જૂની અદાવતમાં યુવક પર ધોકા-પથ્થરથી હુમલા

By GS Team
22 Nov 20262 mins read
TukuTouch Logo
મહુવા તાલુકાના કોંજળી ગામે મોટરસાયકલના હોર્ન વગાડવા મુદ્દે અગાઉની બોલાચાલીની દાઝ રાખી જીવલેણ હુમલો થયો. કાળેલા ગામના દેવાભાઈ ગોડકિયા (ઉં.વ. 27) કોંજળીથી પરત ફરતી વખતે મુકેશ, લાખા અને ભાણા નામના 3 શખ્સોએ તેમને લાકડાના ધોકા અને પથ્થરથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્ન વગાડવાની જૂની અદાવતમાં યુવક પર ધોકા-પથ્થરથી હુમલા

મહુવા ગ્રામ્ય પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

કોંજળી ગામેથી મોટરસાયકલ પર પરત ફરી રહેલા યુવાનને માર મારી ધમકી આપી

ભાવનગર -  ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામ નજીક બાઇકના હોર્ન વગાડવા બાબતે થયેલી અગાઉની બોલાચાલીની દાઝ રાખી એક યુવક પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મહુવા તાલુકાના કાળેલા ગામના રહેવાસી દેવાભાઈ સોમાભાઈ ગોડકિયા (ઉં.વ. ૨૭) શુક્રવારે સાંજે ચારેક વાગ્યે પોતાની મોટરસાયકલ લઈને કોંજળી ગામે ગયા હતા. દુકાન બંધ હોવાથી તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે સાડા ચારેક વાગ્યાના અરસામાં નાળા નજીક રોડ પર મુકેશભાઈ દડુભાઈ ગોડકિયાએ તેમને પાન-માવો ખાવાનું કહી ઊભા રાખ્યા હતા.દેવાભાઈ ઊભા રહ્યા બાદ લાખા ધરમશીભાઈ ગોડકિયા લાકડાનો ધોકો લઈને આવ્યા હતા અને ઘર પાસેથી નીકળતી વખતે કેમ હોર્ન વગાડે છે તેમ કહી ખીજાઈ ગયા હતા. તેમણે માથાના ભાગે ધોકાનો ઘા મારતા દેવાભાઈ લોહીલુહાણ થઈ નીચે પડી ગયા હતા. ત્યારબાદ ભાણા નામના શખ્સે ડાબા પગે પથ્થર માર્યો હતો અને મુકેશએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણેયે ઢીકાપાટુનો માર મારતા દેવાભાઈ અર્ધબેભાન થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં પિતરાઈ ભાઈ શૈલેષભાઈ અને ભાઈ જીતુભાઈએ ૧૦૮ મારફતે દેવાભાઈને મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં માથામાં ત્રણ ટાંકા આવ્યા છે. પોલીસે બી.એન.એસ. અને જી.પી.એ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.