Bhavnagar

કુંભારવાડામાં જૂની અદાવતમાં યુવક પર પાઇપ-ધોકાથી જીવલેણ હુમલો

By GS Team
15 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરના કુંભારવાડામાં બાઈક રોકી રોહિત ચોગઠ અને બલ્લીએ વિશાલ ધરજીયા પર જૂની અદાવતે હુમલો કર્યો. લોખંડના પાઈપ અને ધોકા વડે થયેલા આ હુમલામાં વિશાલને માથામાં હેમરેજ અને હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બોરતળાવ પોલીસે 2 હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંભારવાડામાં જૂની અદાવતમાં યુવક પર પાઇપ-ધોકાથી જીવલેણ હુમલો

માથામાં હેમરેજ અને હાથ-પગમાં ફ્રેક્ચર

કુંભારવાડામાં બાઇક રોકી બે શખ્સોએ હિચકારો હુમલો કર્યોે, બોરતળાવ પોલીસ મથકે ગુનો નોંધાયો

ભાવનગર - ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી એક યુવક પર લોખંડના પાઇપ અને ધોકા વડે પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો છે. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને માથાના ભાગે હેમરેજ તથા બંને હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી વિગત મુજબ, કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને હીરાની ઓફિસમાં કામ કરતા વિશાલભાઈ રમેશભાઈ ધરજીયા (ઉં.વ.૨૨) ગત રાત્રે પોતાના મિત્રો સાથે મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમીયાન કુંભારવાડા બાર વિસ્તારમાં રોહિત ચોગઠ અને બલ્લી નામના શખ્સોએ મોટરસાઇકલ પર આવી તેઓનો રસ્તો રોક્યો હતો. વિશાલભાઈ તેના મિત્ર મયુર ચુડાસમા સાથે રહેતો હોય, જે વાત રોહિતને ગમતી ન હોઈ તેની અદાવત રાખી બંને શખ્સે લોખંડના પાઇપ અને ધોકા વડે વિશાલભાઈ પર આડેધડ હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત વિશાલભાઈને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલના એસ.આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે બોરતળાવ પોલીસે રોહિત ચોગઠ અને બલ્લી વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૧૭(૨), ૧૧૫(૨), ૫૪ અને જી.પી.એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.