Bhavnagar

મોણપરમાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટરની વાડીના ગોડાઉનમાં રૃ. ૧.૫૦ લાખના વાયરની ચોરી

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામે PGVCL કોન્ટ્રાક્ટર રવજીભાઈ બાંભણીયાના વાડીના ગોડાઉનમાંથી ₹1,50,000ની કિંમતનો 5 કિલોમીટર લાંબો એલ્યુમિનિયમ વાયર ચોરાઈ ગયો છે. 15 સપ્ટેમ્બર 2026ની રાત્રિથી 16 સપ્ટેમ્બર 2026ની વહેલી સવાર દરમિયાન અજાણ્યા તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. બગદાણા પોલીસે ગુનો નોંધી, મહિલા PSI કોમલબેન રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોણપરમાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટરની વાડીના ગોડાઉનમાં રૃ. ૧.૫૦ લાખના વાયરની ચોરી

બગદાણા પોલીસ મથકે ગુનો નોંધાયો

અજાણ્યા તસ્કરો ૫ કિલોમીટર લાંબો એલ્યુમિનિયમ વાયર ચોરીને ફરાર

ભાવનગર -  ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામે આવેલી વાડીના ગોડાઉનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૃ. ૧,૫૦,૦૦૦ ની કિંમતનો ૫ કિલોમીટર લાંબો એલ્યુમિનિયમ વાયર ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મોણપર ગામના નિવાસી અને પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર રવજીભાઈ વશરામભાઈ બાંભણીયાની ખારી રોડ પર આવેલી વાડીના ગોડાઉનમાં વાયર અને થાંભલા ઊભા કરવાનો સામાન રાખવામાં આવ્યો હતો. ગત તા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ની રાત્રિથી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ ની વહેલી સવાર દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ ગોડાઉનમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો.તસ્કરો ગોડાઉનમાંથી થાંભલા સાથે બાંધવાનો ૨૦૦ કિલો વજનનો નવો એલ્યુમિનિયમ વાયર (કિંમત રૃ. ૯૦,૦૦૦) તેમજ ભગુડા લાઈનમાંથી ઉતારેલો ૩૦૦ કિલો વજનનો જૂનો એલ્યુમિનિયમ વાયર (કિંમત રૃ. ૬૦,૦૦૦) મળી કુલ ૧,૫૦,૦૦૦ નો માલસામાન તારની વાડ પરથી ફેંકીને ચોરી ગયા હતા.બનાવ સમયે કોન્ટ્રાક્ટર રવજીભાઈ સુરત ખાતે હોવાથી અને સ્થાનિક કક્ષાએ જાતે તપાસ કરતા હોવાથી ફરિયાદ દાખલ કરાવવામાં વિલંબ થયો હતો. આ મામલે બગદાણા પોલીસે અજાણ્યા ચોરો સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી, મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કોમલબેન રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.