ગિરનાર પરિક્રમા માટે રેલવેનો મોટો નિર્ણય: ભાવનગર મંડળની 9 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ અને સ્લીપર કોચ જોડાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Girnar Parikrama Mela Special Trains: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોના વધારાના ધસારા અને જૂનાગઢમાં યોજાનારા ‘ગિરનાર પરિક્રમા મેળા’ને ધ્યાનમાં રાખીને કુલ 9 જોડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત પરિક્રમા મેળાના શ્રદ્ધાળુઓ માટે 18થી 26 નવેમ્બર 2026 સુધી 8 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ સેકન્ડ ક્લાસ(GS) કોચ, જ્યારે લાંબા અંતરની પોરબંદર–સંતરાગાછી–પોરબંદર એક્સપ્રેસમાં 20 નવેમ્બરથી 27 ડિસેમ્બર 2026 સુધી એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે.
ગિરનાર પરિક્રમા મેળા માટે 8 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ જોડાશે
જૂનાગઢમાં 20થી 24 નવેમ્બર 2026 દરમિયાન યોજાનારા પ્રસિદ્ધ ગિરનાર પરિક્રમા મેળામાં ઉમટનારી ભીડને પહોંચી વળવા ભાવનગર મંડળ રેલ પ્રબંધક (DRM)ના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા કરવામાં આવી છે. 18થી 26 નવેમ્બર સુધી નીચે મુજબની ટ્રેનોમાં વધારાના જનરલ કોચ ઉપલબ્ધ રહેશે.
2 વધારાના જનરલ(GS) કોચ ધરાવતી 5 જોડી બ્રોડગેજ ટ્રેનો
- 59558/59559: ભાવનગર ટર્મિનસ–વેરાવળ–ભાવનગર ટર્મિનસ
- 19120/19119: વેરાવળ–ગાંધીનગર કેપિટલ–વેરાવળ
- 59424/59423: વેરાવળ–રાજકોટ–વેરાવળ
- 59422/59421: વેરાવળ–રાજકોટ–વેરાવળ
- 59557/59560: ભાવનગર ટર્મિનસ–પોરબંદર–ભાવનગર ટર્મિનસ
3 વધારાના મીટર ગેજ(MG) જનરલ (GS) કોચ ધરાવતી 3 જોડી ટ્રેનો
- 09595/09596: જૂનાગઢ–ચલાળા–જૂનાગઢ (MG ટ્રેન)
- 52946/52933: જૂનાગઢ–વેરાવળ–જૂનાગઢ (MG ટ્રેન)
- 52952/52951: જૂનાગઢ–દેલવાડા–જૂનાગઢ (MG ટ્રેન)
પોરબંદર-સંતરાગાછી એક્સપ્રેસમાં હવે 22 LHB કોચ
પશ્ચિમ રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ, મુસાફરોના વધારાના ભારને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 12949/12950 પોરબંદર–સંતરાગાછી–પોરબંદર એક્સપ્રેસમાં અસ્થાયી ધોરણે એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે. પોરબંદરથી ઉપડતી ટ્રેનમાં 20 નવેમ્બરથી 25 ડિસેમ્બર 2026 સુધી અને સંતરાગાછીથી ઉપડતી ટ્રેનમાં 22 નવેમ્બરથી 27 ડિસેમ્બર 2026 સુધી આ સુવિધા મળશે. આ કોચ ઉમેરાવાથી ટ્રેનમાં કુલ કોચની સંખ્યા 21 LHBથી વધીને 22 LHB થશે, જેનાથી મુસાફરોને વધારાની બર્થ ઉપલબ્ધ થશે.
ભાવનગરના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું કે, “મુસાફરોની સુવિધા અને ગિરનાર પરિક્રમા મેળાની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને 8 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ તથા પોરબંદર-સંતરાગાછી ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવ્યો છે. મુસાફરો આ સુવિધાનો લાભ લઈ સુગમ મુસાફરી કરી શકશે.”




