કાલે શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના રપથી વધુ વિસ્તારમાં પાણી વિતરણ બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુખ્ય પાઈપલાઈનમાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી પાણી કાપ
દિલબહાર, વર્ધમાનનગર, બાલયોગીનગર વગેરે ઇએસઆર હેઠળના વિસ્તારોને અસર થશે
ભાવનગર - બુધેલ સંપથી આવતી મહી-પરીએજ (જીડબલ્યુઆઈએેલ)ની તરસમીયા ફિલ્ટર તરફ જતી મુખ્ય પાઈપલાઈન ઉપર આગામી તા. ૧૦ ઓકટોબરને શનીવારે ફિલ્ટર વિભાગ તથા વોટરવર્કસ વિભાગ દ્વારા અગત્યની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે ભાવનગર શહેરને મહીપરીએજ બુધેલ સંપમાંથી આવતું રો-વોટર ૮ થી ૯ કલાક બંધ થાય તેમ છે તેથી શનીવારે તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ આધારિત સપ્લાયમાં આંશીક અસર પડશે અને ઘણાં વિસ્તારમાં સપ્લાય બંધ રહેશે.
શહેરના તરસમીયા ફિલ્ટર આધારિત ઘણાં વિસ્તારમાં આગામી શનિવારે પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં દિલબહાર ઈએસઆર આધારિત વિસ્તારમાં સવારે ૧૦.૦૦ કલાક થી બપોરે ૪.૦૦ કલાક દરમિયાન કાળીયાબીડ-ડી, સાગવાડી, કેસરીયા હનુમાન અને તેની આજુ-બાજુના વિસ્તારો, રામનગર, અવધનગર, વિરાણી સ્કૂલવાળો રોડ વગેરે વિસ્તારમાં પાણી બંધ રહેશે. જયારે વર્ધમાનનગર ઈએસઆર આધારિત વિસ્તારમાં સવારે ૧૦.૦૦ કલાક થી રાત્રીના ૯.૩૦ કલાક દરમિયાન મહાવીરનગર, દેવરાજનગર, ભાગ્યોદય, માલધારી, જલારામ, કામીનીયાનગર, શિક્ષક સોસાયટી, અધેવાડા ગામ, તરસમીયા ગામ, અધેવાડા સોસાયટી વિસ્તાર, તળાજા રોડ, શેત્રુંજી રેસિડેન્શિયલ ૧ થી ૪, તખ્તેશ્વર હાઈટ્સમાં પાણી સપ્લાય બંધ રહેશે.
ઉપરાંત બાલયોગીનગર ઈએસઆર આધારિત વિસ્તારમાં સવારે ૧૦.૦૦ કલાક થી સાંજે ૧૧.૦૦ કલાક દરમિયાન અખિલેશ સર્કલ, લાખાવાડ, મીની હીરા બજાર, શહેર ફરતી સડક, પંચવટી ચોક, શ્રમજીવી, દેવ પાર્ક, પીપલ્સ/ભોળાનાથ સોસાયટી, ઘોઘા રોડ, સુમેરૃ ટાઉનશીપ, કૃણાલ સોસાયટી, લક્ષ્મીનગર, સોમનાથ રેસીડેન્સી, શીતળામાના મંદિર આસપાસનો સમગ્ર વિસ્તાર, રૃવા ગામ, અકવાડા ગામ, સુભાષનગર, એરપોર્ટ રોડ, વી.પી. સોસાયટી, સંતોષ સોસાયટી, બેંક કોલોની, વિજય કોલોની, લક્ષ્મી સોસાયટી, રજપૂત વાડા, કંસારા કાંઠા, વાઘેલા મંડપ વાળો વિસ્તાર વગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. જ્યારે તરસમીયા ફિલ્ટર ઉપરના અન્ય તમામ તથા શહેરના અન્ય તમામ વિસ્તારોમાં પાણી સપ્લાય રાબેતા મુજબ શરૃ રહેશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.




