ધોલેરા હાઈવે પર વિદેશી દારૃ ભરેલી કાર સાથે બે રાજસ્થાની શખ્સ ગિરફ્તાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કારમાં હરિયાણાથી દારૃ ઘુસાડવાનો પર્દાફાશ
એસએમસીએ દર કાર , રોકડ, મોબાઈલ મળી રૃ.૧૭ લાખનો મુદ્દામાલ કબજે લીધો
ધંધુકા - ધોલેરા તાલુકામાં ફેદરા-પીપળી હાઈવે પર કમીયાળા ગામના પાટીયા નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી રૃ.૮,૮૮,૪૨૦ની કિંમતનો વિદેશી દારૃ ઝડપી પાડયો છે. પોલીસે દારૃ, ક્રેટા કાર, મોબાઈલ અને રોકડ મળી કુલ રૃ.૧૭,૦૧,૦૬૦નો મુદ્દામાલ કબ્જે કરી રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે,
પ્રાપ્ત માહિતી મુજબ, ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ એસએમસીની ટીમ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે ક્રેટા કાર (જીજે-૨૧-સીએ-૭૨૮૧)માં વિદેશી દારૃનો જથ્થો ભરી વટામણ ચોકડી તરફથી પીપળી-ફેદરા હાઈવે પરથી પસાર થવાનો છે. પોલીસે કમીયાળા પાટીયા નજીક કારને આંતરી તપાસ કરતા અંદરથી વિદેશી દારૃની ૩૧ પેટી (કુલ ૩૭૨ બોટલ) મળી આવી હતી.
પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા ચાલક રાણારામ ફગલુરામ બિશ્નોઈ (રહે. ઝાલોર, રાજસ્થાન) અને ક્લીનર બાબુલાલ ભીયારામજી બિશ્નોઈ (રહે. પાલી, રાજસ્થાન)એ જણાવ્યું કે, બલવંતરામ ઉર્ફે ભરત ભગવાનજી બિશ્નોઈએ તેમને કાર આપી હતી. તેઓ ૧૮ નવેમ્બરે હરિયાણાના ગુડગાંવ (સેક્ટર-૩૩) ખાતેથી દારૃ ભરીને ભાવનગર અને અલંગ વચ્ચેના ટોલપ્લાઝા નજીક પહોંચાડવા જઈ રહ્યા હતા.પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૃ ઉપરાંત રૃ.૮,૦૦,૦૦૦ની કિંમતની ક્રેટા કાર, બે મોબાઈલ ફોન (રૃ.૫,૫૦૦) અને રૃ.૭,૧૪૦ રોકડા સહિત કુલ રૃ.૧૭,૦૧,૦૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ધોલેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાયર બલવંતરામ સહિત અન્ય શખ્સની શોધખોળ અને આગળની તપાસ હાથ ધરી છે.




