ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના બે પોલીસ કર્મચારીને અકસ્માતમાં ઈજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખાખરિયાના પાટિયા પાસે કારચાલકે અચાનક બ્રેક મારતા બોલેરો પાછળ ઘૂસી
પોલીસ પાર્ટી પેટ્રોલીંગમાં હતી ત્યારે બનાવ બન્યો, બન્ને ઈજાગ્રસ્ત પોલીસ કર્મી.ને હોસ્પિટલ લઈ જવાયા
ભાવનગર - સિહોર તાલુકાના ખાખરિયા ગામના પાટિયા પાસે રાત્રિના સમયે ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમને અકસ્માત નડતા બે પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. જેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડમાં ફરજ બજાવતા અર્જુનસિંહ ગોગુભા ગોહિલ (રહે, નવાપરા પોલીસ લાઈન, રૃમ નં.૩૧૦, પાવાગઢ બિલ્ડીંગ), કુલદીપસિંહ લગ્ધીરસિંહગોહિલ અને હે.કો.એચ.એચ.સોલંકી ગત રાત્રિના સમયે સરકારી બોલેરો ગાડી નં.જીજે.૦૪.જીબી.૦૧૪૯ લઈ સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે ખાખરિયા ગામના પાટિયા પાસેથી પસાર થતી વેળાએ કાર નં.જીજે.૩૩.બી.૩૪૫૬ના ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારી બોલેરોની સાઈડ કાપી સર્પાકાર રીતે ચલાવી અચાનક બ્રેક મારતા બોલેરો ગાડી કારની પાછળ ભટકાઈ જતાં અર્જુનસિંહ અને કુલદીપસિંહને ઈજા થતાં ૧૧૨ જનરક્ષકમાં બેસાડી સિહોર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. ઘટના અંગે અર્જુનસિંહ ગોહિલે કારચાલક સામે સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.




