વ્યાજખોરોના અમાનુષી ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વ્યાજખોરો સામે બોરતળાવ પોલીસમાં એફઆઈઆર
રૃ.૩ લાખના ૫ ટેક્સ માસિક વ્યાજ સામે રૃ.૮ લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવકનું આપઘાતનું પગલું ભર્યું
ભાવનગર - ભાવનગર શહેરના ચિત્રા પાર્ક વિસ્તારમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક યુવકે પોતાના જ ઘરમાં સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ યુવકને તાત્કાલિક નીચે ઉતારી સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ પહોંચાડયો હતો.
પોલીસ દફતરે નોંધાયેલી વિગતો અનુસાર, ચિત્રા પાર્ક પાછળ રહેતા શીતલબેન સંજયભાઈ સોલંકી (ઉં.વ. ૩૫)ના પતિ સંજયભાઈએ આજથી ત્રણ વર્ષ પહેલાં પોતાના કૌટુંબિક કામકાજ અર્થે ધમા નામના વ્યાજખોર પાસેથી માસિક ૫ ટકાના ઊંચા વ્યાજે રૃ.૩,૦૦૦૦૦ (ત્રણ લાખ) લીધા હતા. સંજયભાઈ નિયમિતપણે દર મહિને રૃ.૧૫,૦૦૦ વ્યાજ પેટે ચૂકવતા હતા. પરંતુ છેલ્લા છ મહિનાથી આથક મજબૂરી અને મંદીના કારણે તેઓ વ્યાજ કે હપ્તો ભરી શક્યા ન હતા.ગત ૧૭ ઓગસ્ટના રોજ સવારના ૧૧થ૦૦ વાગ્યાના સુમારે વ્યાજખોર ધમા તથા તેનો ભાઈ કપિલ સોલંકી બંને સંજયભાઈના ઘરે ધસી આવ્યા હતા. તેમણે ઉશ્કેરાઈને ગાળો આપી પઠાણી ઉઘરાણી કરતાં જણાવ્યું હતું કે, મુદ્દલ અને ચડેલું વ્યાજ મળીને કુલ રૃ.૮,૦૦૦૦૦ (આઠ લાખ) પુરા આપવા પડશે, નહીંતર જીવતા નહીં છોડીએ.આ ખુલ્લી ધમકીથી ભારે ભયભીત અને માનસિક રીતે ભાંગી પડેલા સંજયભાઈએ વ્યાજખોરો ગયા બાદ ઘરમાં એકલા પડી જતાં ગળાફાંસો ખાઈ લીધો હતો.આ ચકચારી ઘટના અંગે બોરતળાવ પોલીસ મથકના એ.એસ.આઈ. એમ.સી. ગોહિલે ફરિયાદી શીતલબેનની ફરિયાદના આધારે ધમા અને કપિલ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ ૪૦, ૪૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









