Bhavnagar

વિદેશી દારૃ અને બિયર સાથે ત્રણ શખ્સ પકડાયા

By GS Team
8 Oct 20261 min read
TukuTouch Logo
ભાવનગર શહેર-જિલ્લામાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરી-વેચાણ કરતા 3 શખ્સોની ધરપકડ કરી છે. ઘોઘારોડ પોલીસે આડોડિયાવાસમાં દરોડો પાડી દારૂના 6 ચપટાં કબજે કર્યા હતા, પરંતુ મહિલા બુટલેગર ફરાર થઈ હતી. એલસીબીએ આડોડિયાવાસમાંથી 21 બોટલ દારૂ જપ્ત કર્યો, જ્યારે બુટલેગર ફરાર થયો. મહુવાથી 2 અને પાલિતાણાથી 1 બુટલેગર ઝડપાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશી દારૃ અને બિયર સાથે ત્રણ શખ્સ પકડાયા

એલસીબી, ઘોઘારોડ, મહુવા અને પાલિતાણા પોલીસની કાર્યવાહી

આડોડિયાવાસમાં મહિલા સહિત બે બુટલેગર રાબેત મુજબ ફરાર

ભાવનગર -  ભાવનગર શહેર-જિલ્લામાં પોલીસે વિદેશી દારૃની હેરાફેરી-વેચાણ કરતા તત્ત્વો સામે કાર્યવાહી કરી ત્રણ શખ્સની ધરપકડ કરી છે. આડોડિયાવાસમાં પોલીસના દરોડા દરમિયાન માત્ર દારૃ મળ્યો હતો. મહિલા સહિત બે બુટલેગર રાબેતા મુજબ ફરાર થઈ ગયા હતા.

શહેરના આડોડિયાવાસમાં નૈનીતાબેન રામસીંગ રાઠોડના મકાનમાં ઘોઘારોડ પોલીસના સ્ટાફે દરોડો પાડી છાપરામાં છૂપાવેલા દારૃના છ ચપટાં કબજે કર્યા હતા. રેઈડ દરમિયાન મહિલા હાજર મળી ન આવતા તેની સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ એલસીબીની ટીમે આડોડિયાવાસમાં રહેતો નવીન મોહનભાઈ રાઠોડના મકાનમાં દરોડો પાડી દારૃની ૨૧ બોટલ, આધારકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે એલસીબીએ નાસી છૂટેલા બુટલેગર સામે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

મહુવામાં આનંદધન કોમ્પલેક્ષ પાસેથી મહુવા પોલીસના સ્ટાફે મધરાત્રિના સમયે શંકાસ્પદ હાલતમાં બાઈક નં.જીજે.૦૪.ડીએસ.૪૦૭૪ લઈ નીકળેલા રાણીંગ ધીરૃભાઈ શીઢા (રહે, તાવેડા, તા.મહુવા) અને શિવરાજ નકાભાઈ ભુકણ (રહે, ડંકીવાળી શેરી, ભાદરા ગામ, તા.મહુવા)ને રોકી તલાશી લેતા શખ્સો પાસેથી દારૃના બે ચપટાં મળી આવતા બાઈક, દારૃના ચપટાં સહિતના મુદ્દામાલ સાથે બન્નેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાલિતાણા ટાઉન પોલીસે મોખડકા ગામે બસ સ્ટેન્ડ પાસે પ્લાસ્ટિકની થેલીમાં બિયરની ચાર બોટલ લઈને ઉભેલા રાજુ બાબુભાઈ યાદવ (રહે, મોખડકા) નામના શખ્સને ઝડપી લીધો હતો.