Bhavnagar

ઘોઘામાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર ત્રણ શખ્સ ગિરફ્તાર

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના ઘોઘા ગામે, 25 વર્ષીય મોઈન શેખની અંગત અદાવતમાં 3 ઈસમોએ તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી હત્યા કરી. 2 માસ પૂર્વે ગાડી ચલાવવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખી, આરોપીઓએ અચાનક હુમલો કર્યો. ઘોઘા પોલીસે ત્રણેય હત્યારાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘોઘામાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર ત્રણ શખ્સ ગિરફ્તાર

ત્રણેય ઇસમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે

ગાડી ચલાવવા બાબતે બે માસ પૂર્વે થયેલી માથાકૂટની પૂર્વ રજિશ રાખી યુવક પર દગાથી હુમલો

ભાવનગર -  ઘોઘા ગામના કસ્બાવાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ તેમજ એસી ફિટિંગનું કામ કરતા યુવકની અંગત અદાવતમાં ત્રણ ઈસમે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.આ બનાવના સંદર્ભે ઘોઘા પોલીસે ત્રણેય હત્યારાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ, ઘોઘા ગામના કસ્બાવાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ તેમજ એસી ફિટિંગનું કામ કરતા મોઇનભાઇ મોસીનભાઇ શેખ (ઉંમર વર્ષ ૨૫) અને આરોપીઓ વચ્ચે આશરે બે માસ પૂર્વે રોડ પર ગાડી ચલાવવા બાબતે સામાન્ય બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. જે-તે સમયે આરોપીઓએ મોઇનભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગાડી ધીમે ચલાવવા બાબતે બોલાચાલી કરી હતી. આ જૂની અદાવત મનમાં રાખીને ગત રોજ ઘોઘા ગામે આવેલી અસરરૃફા દરગાહ પાસે મોઇનભાઇ બેઠા હતા, ત્યારે અસલમ મહેબુબભાઇ શેખ (રહે. કસ્બાતીવાડા, ઘોઘા),સંજય ઉર્ફે લાલો રમેશભાઇ મેકવાન (રહે. ખ્રિસ્તીવાડા, ઘોઘા)

૩. જુલીયન સંજયભાઇ ઉર્ફે લાલો મેકવાન (રહે. ખ્રિસ્તીવાડા, ઘોઘા) ધસી આવ્યા હતા.અને મોઇનભાઇ પર અચાનક હુમલો કરી છાતી તથા હાથના ભાગે છરીના અસંખ્ય ઊંડા ઘા ઝીંકી દીધા હતા.ગંભીર રીતે ઘવાયેલા સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઘોઘા પોલીસે યુવકની હત્યા કરનાર ત્રણેય હત્યારાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ સંદર્ભે ડી વાય એસ પી સિંઘલે જણાવ્યું હતું કે પકડાયેલા ત્રણેય શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે.