બુધેલમાં યુવક પર ત્રણ શખ્સનો તલવારથી જીવલેણ હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બટાકા-ભૂંગળાના પૈસા માગતા બબાલ થઈ
જૂની અદાવત અને નાસ્તાના પૈસાની બોલાચાલીમાં શખસોએ ઘરમાં ઘૂસી યુવકને માર માર્યો, વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
ભાવનગર - ભાવનગર તાલુકાના બુધેલ ગામે નાસ્તાના પૈસા માગવા જેવી બાબતે મનદુઃખ રાખીને એક યુવક પર તલવાર અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, બુધેલ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા શૈલેષભાઇ લખમણભાઇ વાઘાણી (ઉં.વ. ૩૯) ગત રાત્રે બહુચર ચોકમાં નાસ્તો કરવા ગયા હતા. ત્યાં અલ્તાફ અને દેવરાજ નાસ્તો કરતા હોવાથી શૈલેષભાઇએ તેમની પાસે બટાકા-ભૂંગળાના પૈસા માગ્યા હતા, જે બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ઉપરાંત અગાઉ તળાજા રોડ પર અલ્તાફના બનેવી સાથે થયેલી બોલાચાલીની પણ અદાવત રાખવામાં આવી હતી.આ અદાવત રાખીને તે જ રાત્રે અલ્તાફ સલીમભાઈ સમા, દેવરાજ રાજુભાઈ ધંધુકીયા અને ગુલાબહુસૈન ઇબ્રાહિમભાઈ પઠાણ નામના ત્રણેય શખસો શૈલેષભાઇના ઘરે પહોંચ્યા હતા. અલ્તાફે જાનથી મારી નાખવાના ઇરાદે શૈલેષભાઇ પર તલવારથી વાર કર્યો હતો, પરંતુ તેઓ નીચે બેસી જતાં બચાવ થયો હતો. ત્યારબાદ ચારેયએ તેમને આડેધડ ઢીકાપાટુનો માર મારી તેમજ તલવારથી કમરના ભાગે ઇજાઓ પહોંચાડી ગાળો આપી હતી.
ઈજાગ્રસ્ત યુવકે પોતાના ભાઈ સુરતથી આવ્યા બાદ વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. તથા જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




