Bhavnagar

ધંધુકામાં ગેરકાયદે ખનીજ વહન કરતા ત્રણ ડમ્પરો ઝડપી લેવાયા

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
ધંધુકામાં ખનીજ માફિયાઓ બેરોકટોક વગર પરમીટે વેપાર કરતા હોવાની બાતમી મળતા મામલતદારની ટીમે વોચ ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા 3 ડમ્પરોને રોયલ્ટી પાસ વગર ઝડપી પાડ્યા હતા. મામલતદારે ત્રણેય વાહનો ડિટેઈન કરી ધંધુકા પોલીસ સ્ટેશને મોકલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધંધુકામાં ગેરકાયદે ખનીજ વહન કરતા ત્રણ ડમ્પરો ઝડપી લેવાયા

ધંધુકા મામલતદારે બાતમી આધારે રેડ કરી

વાહનો ડીટેઈન કરી પોલીસ સ્ટેશને મોકલી આપી કાયદેસર કાર્યવાહી કરાઈ

ધંધુકા -  ધંધુકામાં ખનીજ માફીયાઓ દ્વારા બેરોકટોક વગર પરમીટે વેપાર કરતા હોવાની બાતમી આધારે મામલતદારની ટીમે વોચ ગોઠવી આજે ત્રણ ડમ્પરને ઝડપી લઈ પોલીસ હવાલે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ધંધુકા પંથકના માર્ગો પરથી રોયલ્ટી પાસ વગર અથવા નિયમ કરતા વધુ માત્રામાં ઓવરલોડીંગ કરીને ખનીજનું વહન થતું હોવાની બાતમીના આધારે મામલતદારની ટીમે વોચ ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ત્રણ ડમ્પરોને અટકાવવામાં આવ્યા હતા. ડમ્પરના ચાલકો પાસે જરૃરી રોયલ્ટી પાસ કે આધારભુત દસ્તાવેજો ન હોવાનું સામે આવતા તંત્ર દ્વારા ક્ત્કાલિક ધોરણે ત્રણેય વાહનોને જપ્ત કરવામાં આવ્યા. મામલતદાર દ્વારા આ ત્રણેય ડમ્પરોને ડિટેઈન કરી ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત રીતે મોકલી આપવામાં આવ્યા છે આ સાથે જ કરોડો રૃપિયાનાં મુદ્દામાલ સમાન આ ડમ્પરો સામે દંડકીય અને કાયદાકીય પગલાં લેવા માટે ખાણ ખનીજ વિભાગને પણ લેખિત રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. મામલતદારની આ કડક કાર્યવાહીથી સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.