ફુલસરમાં બંધ મકાનને નિશાન બનાવી ૧૯ હજારની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધાયો
મહુવા ગયેલા વૃદ્ધના ઘરના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડની તસ્કરી
ભાવનગર - ભાવનગરના ફુલસર વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં ચોરીનો બનાવો સામે આવ્યો છે. મકાન માલિક મહુવા ગયા હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા ઇસમે બંધ ઘરના તાળા તોડી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ રૃા.૧૯ હજારની મિલકતની ચોરી કરી છે.
બનાવની વિગત મુજબ, ફુલસર ખાતે રહેતા ૬૩ વર્ષિય બટુકભાઈ કરશનભાઈ કડોળીયા પોતાના મકાનને તાળું મારી પત્નિ સાથે મહુવા ખાતે ગયા હતા. તા.૩૦ જૂન થી ૫ ઓગસ્ટ દરમિયાન અજાણ્યા તસ્કરે તેમના ઘરના ફાટક, મેઇન દરવાજા અને અંદરના રૃમોના તાળા તોડી કબાટમાંથી સોનાના પેન્ડલ, ચાંદીના કદોરા, કડલી, બોરીયા, પહોંચી તથા ગલ્લામાં રહેલા રોકડા રૃપિયા મળી કુલ રૃા.૧૯,૮૦૦ની મત્તા તસ્કરો ચોરી ગયા હતા. પાડોશીએ ઘરના બારણા ખુલ્લા જોતાં મકાનમાલિકને જાણ કરી હતી. ચોરી થયેલ સામાનની વિગતો મેળવ્યા બાદ, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




