Bhavnagar

બોટાદની પ્રા.શાળા નં.૨૪માં છેલ્લા બે વર્ષથી પ્રવેશ માટે ૨૦૦થી વધુનું વેઇટીંગ

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
બોટાદની પ્રા. શાળા નં. 24, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ શાળા, સરકારી શાળા હોવા છતાં ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે. અહીં 1300થી વધુ વિદ્યાર્થીઓને સ્કિલ બેઝડ શિક્ષણ અને જીવનમૂલ્યોનું ઘડતર કરાવવામાં આવે છે. સમર્પિત શિક્ષકો અને આધુનિક સુવિધાઓને કારણે છેલ્લા 2 વર્ષથી 200 વિદ્યાર્થીઓનું વેઈટીંગ લિસ્ટ રહે છે. આ શાળા ગુણવત્તાસભર શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદની પ્રા.શાળા નં.૨૪માં છેલ્લા બે વર્ષથી પ્રવેશ માટે ૨૦૦થી વધુનું વેઇટીંગ

જરૃરી નથી એ.સી. વર્ગખંડમાં જ જ્ઞાાનના ભંડાર ખુલે !

બાલવાટીકાથી ધો.૮ સુધીના ૧૩૦૦ છાત્રોને સ્કિલ બેઝડ શિક્ષણ અને જીવનમૂલ્યોનું ઘડતર કરતી સમર્પિત શિક્ષકોની ટીમ

ભાવનગર - શહેરોની સાથે તાલુકાઓમાં સુવિધાસભર ખાનગી શાળાઓની સંખ્યા વધી છે. ત્યારે સરકારી શાળાની છાપ સુધારવા કવાયત હાથ ધરાય છે. બોટાદની પ્રા.શાળા નં.૨૪ના શિક્ષકોની સમર્પણ ભાવનાથી કાઠુ કાઢી નમુનેદાર સ્કૂલ-શિક્ષણ વ્યવસ્થા ગોઠવાતા છેલ્લા બે વર્ષથી ૨૦૦ વિદ્યાર્થીનું વેઇટીંગ બોલતું થયું છે.

આધુનિક યુગમાં શિક્ષણનો અર્થ માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવા પુરતો મર્યાદિત રહ્યો નથી. આજની શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક્તા, વૈજ્ઞાાનિક અભિગમ, નેતૃત્વ, ડિજિટલ સાક્ષરતા, જીવનકૌશલ્ય અને સંસ્કારનું સિંચન કરે છે. આ જ વિચારધારાને સાકાર કરતી બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલી પી.એમ. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ શાળા નં.૨૪ આજે સમગ્ર જિલ્લામાં ગુણવત્તાસભર સરકારી શિક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ બની છે. અહી વિદ્યાર્થીઓને માત્ર ભણતર જ નહીં, પરંતુ ગણતર, જીવન કેળવણી અને વ્યવહારૃ જ્ઞાાન સાથે સ્કિલ-બેઝડ શિક્ષણ પણ આપવામાં આવે છે. શાળામાં શિક્ષણની પ્રક્રિયા ૬૦ઃ૪૦ના અભિગમ પર આધારિત છે, જેમાં ૬૦ ટકા અભ્યાસક્રમનું સૈદ્ધાંતિક જ્ઞાાન અને ૪૦ ટકા પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ, પ્રયોગો અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વ્યવહારૃ જ્ઞાાન આપવામાં આવે છે. શાળાના ૧૫ સુવિધાસભર વર્ગખંડોમાં ડિજિટલ બોર્ડ, વાઇફાઇ, સમૃદ્ધ લાઇબ્રેરી, વિજ્ઞાાન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ સહિતની આધુનિક સુવિધાઓ ઉલલબ્ધ છે. વર્ષ ૨૦૧૩માં સ્થાપિત આ શાળામાં હાલમાં બાલવાટિકાથી ધો.૮ સુધી અંદાજે ૧૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાની ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકોની નિષ્ઠાપૂર્વકની કામગીરીને કારણે છેલ્લા બે વર્ષથી પ્રવેશ માટે દર વર્ષે ૨૦૦થી ૨૨૫ જેટલા વિદ્યાર્થીઓનું વેઇટીંગ રહે છે. સર્વપલ્લી રાધાકૃષ્ણ શાળા નં.૨૪ એ સાબિત કરી બતાવ્યું છે કે સમર્પિત શિક્ષકો, આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના સંકલનથી આજે આ શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ હજારો વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરતું અને સમાજને સશક્ત બનાવતું એક પ્રેરણાદાયી શિક્ષણ સંસ્થા બની છે. જે ખાનગી શાળા માટે પણ અનુકરણીય બની છે.