Bhavnagar

કૃષ્ણભકિત અને શિવભકિતના પાવનકારી શ્રાવણ માસનું શુક્રવારે સમાપન

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
શ્રાવણ માસના સમાપન સાથે, ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં 11 સપ્ટેમ્બરે ભાદરવી અમાસના પાવન પર્વે ભાતીગળ લોકમેળાની રંગત જામશે. પિતૃતર્પણ માટે દરિયાકાંઠાના નિષ્કલંક મહાદેવ, મોટા ગોપનાથ જેવા શિવતીર્થોમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટશે. કોળીયાકમાં 10 થી 11 સપ્ટેમ્બર સુધી દ્વિ-દિવસીય મેળો ભરાશે, જ્યાં રાજવી પરિવાર દ્વારા ધ્વજા ચડાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કૃષ્ણભકિત અને શિવભકિતના પાવનકારી શ્રાવણ માસનું શુક્રવારે સમાપન

ભાદરવી અમાસના પર્વે ઠેરઠેર ભાતીગળ લોકમેળાની રંગત જામશે

પિતૃતર્પણ માટે ભાદરવી અમાસના સમુદ્રસ્નાનનું સર્વાધિક મહાત્મ્ય હોય દરિયાકાંઠાના શિવતીર્થોમાં શ્રધ્ધાળુઓનો મહાસાગર ઘુઘવશે

ભાવનગર -  દેવાધિદેવ મહાદેવ અને કૃષ્ણ ભગવાનની આરાધનાના પવિત્ર મહાપર્વ શ્રાવણ માસનું તા.૧૧ સપ્ટેમ્બરે સમાપન થશે. પિતૃતર્પણ માટે સર્વાધિક મહત્વ ધરાવતા ભાદરવી અમાસના પર્વને અનુલક્ષીને કોળીયાકના નિષ્કલંક મહાદેવ અને મોટા ગોપનાથ સહિતના દરિયા કાંઠાના શિવતીર્થોમાં ભાતીગળ લોકમેળાની રંગત જામશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૧ ને શુક્રવારે ભાવનગરના છેવાડે આવેલા આખલોલ મહાદેવ, રંઘોળામાં ભાવનાથ મહાદેવ,તળાજાના મોટા ગોપનાથ, સિધ્ધનાથ મહાદેવ, સિહોરના પૌરાણિક બ્રહ્મકુંડ, નવનાથ,ગૌતમેશ્વર, રાજપરા ખોડીયાર,પાલિતાણાના વિરપુર સહિતના સ્થળોએ માનવ મહેરામણ ઘુઘવશે. જયારે તળાજાના દાંત્રડમાં શેત્રુંજી નદીના કિનારે ત્રિવેણી મહાદેવના સાનિધ્યમાં પણ મેળો ભરાશે.કોળીયાકમાં આવતીકાલ તા.૧૦ ને ગુરૃવારે સાંજથી તા.૧૧ ને શુક્રવાર સુધી ભાદરવી અમાસનો ભાતીગળ લોકમેળો ભરાશે. ગુરૃવારે આખી રાત શિવભકિત,ભજન અને ભોજનની જમાવટ થશે. આ દ્વિ-દિવસીય લોકમેળામાં હજજારો ભાવિકોનો મહેરામણ ઉમટી પડશે.શુક્રવારે સવારે આદેશ મળતાની સાથે જ પવિત્ર સમુદ્રસ્નાન કરી દર્શન, પૂજન અર્ચન કરી લોકમેળાની મોજ માણશે.

સર્વપ્રથમ રાજવી પરિવાર દ્વારા ધજા ચડાવાશે

વર્ષોજુની પરંપરા પ્રમાણે કોળીયાકના નિષ્કલંક મહાદેવના તીર્થસ્થાને સૌપ્રથમ ધ્વજા ભાવેણાના ગોહિલવંશના રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે શાસ્ત્રોકત વિધિવિધાન મુજબ પૂજન અર્ચન કરાવ્યા બાદ શુક્રવારે ચડાવાશે.