Bhavnagar

ભાવનગરના કુંભારવાડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને તોડફોડ, 24 શખ્સ સામે ફરિયાદ

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરની ક્રિષ્ના સોસાયટીમાં નવરાત્રી દરમિયાન જૂની અદાવતમાં 2 જૂથ વચ્ચે તલવાર-લાકડીઓથી ધમાલ થઈ હતી. 16 અને 18 ઓક્ટોબરે થયેલા પથ્થરમારામાં મકાનોને નુકસાન થયું હતું. બંને પક્ષે સમાધાનનો પ્રયાસ કરતા પોલીસે CCTV ફૂટેજના આધારે 23 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરના કુંભારવાડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને તોડફોડ, 24 શખ્સ સામે ફરિયાદ

બંને પક્ષે સમાધાનનો પ્રયાસ કરતા પોલીસે સામેથી ફરિયાદ નોંધી

અંગત અદાવતમાં ક્રિષ્ના સોસાયટીમાં તલવાર-લાકડીઓ સાથે ધમાલ કરી, પથ્થરમારો પણ કર્યો

ભાવનગર -  ભાવનગરના કુંભારવાડા સ્થિત નારી રોડ પર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં નવરાત્રી તહેવાર દરમિયાન બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને સશ ધીંગાણું ખેલાયું હતું. આ ઘટનામાં બંને પક્ષે સામસામે ગાળો ભાંડી, લાકડીઓ તથા તલવાર જેવા ઘાતક હથિયારો ધારણ કરી જાહેર માર્ગો અને મકાન પર ભારે પથ્થરમારો કરી તોડફોડ મચાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તા. ૧૬ ઓક્ટોબરની રાત્રે અક્ષય ઉર્ફે ભુવો અને કેતન મકવાણા વચ્ચેની જૂની બોલાચાલી અંગે સમાધાન માટે એકઠા થયેલા લોકો વચ્ચે તકરાર થઈ હતી, જેમાં બોલાચાલી બાદ તોડફોડ થઈ હતી. ત્યારબાદ તા. ૧૮ ઓક્ટોબરની મોડી રાત્રે પ્રવિણ ઉર્ફે દાઉદ અને તેના સાથીઓએ બદલાની ભાવનાથી બાવચંદભાઈ રાઠોડના ઘર પર હુમલો કરી મકાન, બાકડા, લાઈટ મીટર અને ઘરવખરીને નુકસાન પહોંચાડયું હતું.ઘટના બાદ બંને પક્ષોએ સામાજિક સ્તરે સમાધાન કરી પોલીસ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, તહેવારોના દિવસોમાં જાહેર શાંતિનો ભંગ અટકાવવા બોરતળાવ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. પૃથ્વીરાજસિંહ ગોહીલે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ચકાસણી બાદ પોલીસે બંને પક્ષના બાવચંદ જસાભાઈ રાઠોડ,ભોલા દાનાભાઈ રાઠોડ,બાબુ ભુરાભાઈ રાઠોડ,જગા સોંડાભાઇ રાઠોડ,ભરત પુનાભાઇ રાઠોડ,કાના ગેલાભાઈ રાઠોડ,ગોપાલ રાહાભાઈ રાઠોડ,ભરત સોંડાભાઇ રાઠોડ,ભોપા સોંડાભાઈ રાઠોડ,કરણ ભોપાભાઈ રાઠોડ,મીત બાવચંદભાઈ રાઠોડ,કાર્તીક નાનાભાઈ રાઠોડ ,ઇલા ધુધાભાઈ રાઠોડ,પ્રવિણ ઉર્ફે દાઉદ હિરાભાઇ રાઠોડ ,અશોક ઉર્ફે કડી ભુપતભાઈ મકવાણા,ધર્મેશ ઉર્ફે ધમો નરેશભાઈ ગજ્જર,કલ્પેશ નરેશભાઈ ગજ્જર,દેવેન્દ્ર ઉર્ફે દેવો રાજપુત,મોલુ,ગૌતમ ઉર્ફે પાયલોટ રમેશભાઇ રાઠોડ,અજય ધનજી જાદવ,ચિરાગ ઉર્ફે ચિકલો,યોગેશ જગાભાઈ પરમાર,કિશન ચાવડા સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૃ કરી છે.