બોટાદમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કર, રૃ.૧.૪૧ લાખની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પરિવાર બહારગામ ગયોને તસ્કરોએ મોકો ઝડપ્યો
રેલ્વે સ્ટેશન પાસેના હરભોલે પાર્ક-૨માં ઘરના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડની ઉઠાંતરી
ભાવનગર - બોટાદ શહેરમાં ફરી એકવાર બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરવાની ઘટના સામે આવી છે. બોટાદ રેલ્વે સ્ટેશન પાસે આવેલા હરભોલે પાર્ક-૨માં રહેતા પરિવારના બંધ મકાનમાંથી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૃ.૧.૪૧ ની મતા ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.
બોટાદના હરભોલે પાર્ક-૨માં રહેતા ૫૫ વર્ષિય જયાબેન જેરામભાઈ મારુ ગત તા. ૦૧ જૂન ૨૦૨૬ ના રોજ સવારે તેમના મોટા દીકરાને ત્યાં અમદાવાદ ગયા હતા. જ્યારે તેમનો નાનો દીકરો મિલન, જે રેલ્વેમાં ટીસી તરીકે નોકરી કરે છે, તે સાંજના આશરે સવા છ વાગ્યે મકાનને તાળા મારી પોતાની નોકરી પર મુંબઈ જવા નીકળ્યો હતો. આમ, મકાન બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.બીજા દિવસે એટલે કે તા. ૦૨ જૂન ૨૦૨૬ ના રોજ સવારના પાડોશમાં રહેતા સોનલબેન મકવાણાએ જયાબેનને ફોન કરીને જણાવ્યું કે તેમના ઘરના તાળા તૂટેલા છે. અને ઘરમાં ચોરી થઈ છે. આ સાંભળી જયાબેન અને તેમનો મોટો દીકરો તાત્કાલિક અમદાવાદથી બોટાદ દોડી આવ્યા હતા.ઘરે આવીને જોતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો. ઘરમાં તપાસ કરતા નાના દીકરા મિલનના રૃમમાં રહેલો શટરવાળો કબાટ પણ તૂટેલો હતો. તસ્કરોએ કબાટમાંથી સોનાની માળા,રૃદ્રાક્ષના સોનાના પારાની માળા, ચાંદીના પાયલ અને રોકડ મળી રૃ. ૧,૪૧,૬૦૦ ની ચોરી કરી નાસી છૂટયા હતા.જયાબેનએ અજાણ્યા શખ્સો વિરૃધ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.




