શહેર-જિલ્લામાં દારૃ-બિયરના જથ્થા સાથે છ શખ્સની ધરપકડ, ચાર ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પેરોલ ફર્લો સ્કવોડ, ઘોઘા, ઘોઘારોડ, ભરતનગર, તળાજા, ગારિયાધાર પોલીસની કાર્યવાહી
વિદેશી દારૃની ૯૫૧ બોટલ, બિયરના ૪૧૧ ટીન, બે મોબાઈલ ફોન, એક વાહન મળી લાખો રૃપિયાનો મુદ્દામાલ કબજે લેવાયા
ભાવનગર - ભાવનગર શહેર-જિલ્લામાં દિવાળીના પર્વ દરમિયાન પોલીસે એક્શન મોડમાં આવી બુટલેગરો ઉપર તવાઈ બોલાવી જુદા-જુદા છ દરોડામાં વિદેશી દારૃની ૯૫૧ બોટલ અને બિયરના ૪૧૧ ટીન સાથે છ શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે ચાર શખ્સ પોલીસને હાથતાળી આપી નાસી ગયા હતા.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પૂર્વ બાતમીના આધારે ગઈકાલે બુધવારે મોડી રાત્રિના સમયે વરતેજ પાસે, નારી ચોકડી, ભાવનગર-અમદાવાદ રોડ, ખોડિયાર હોટલ સામે વોચ ગોઠવી લોડિંગ ગાડી નં.જીજે.૦૬.એક્સ.૭૭૭૨ને રોકી તલાશી લેતા વિદેશી દારૃની ૮૧૩ બોટલ, બિયરના ૪૦૮ ટીન મળી આવતા ડ્રાઈવર નવાબ કમરૃદ્દીન શેખ (રહે, મારૃતિનગર, પ્રભુનગર સોસાયટી સામે, સેવન ડે સ્કૂલ પાસે, લિંબાયત, સુરત) અને કંડક્ટ ગણેશ છોટુભાઈ સાડી (રહે, આસપાસનગર, શ્રી ગણેશ વિષ્ણુ પીંગડે પ્રાથમિક શાળાની પાસે, લિંબાયત, સુરત)ની દારૃ-બિયરના જથ્થા, વાહન અને બે મોબાઈલ ફોન મળી કુલ રૃા.૪,૮૪,૩૬૭નો મુદ્દામાલ કબજે કરી બન્ને શખ્સની પૂછતાછ કરતા આ જથ્થો અમાનતુલ્લાહ (રહે, પલસાણા, સુરત) નામના બુટલેગરે તેના કોઈ જાણિતા મારફતે દમણ ખાતેથી ભરાવી આપ્યો હતો. દારૃ-બિયરનો જથ્થો કોને પહોંચાડવાનો હતો ? તેની જાણ પણ પલસાણાના બુટલેગર અમાનતુલ્લાહને જ હોવાની કબૂલાત આપતા પેરોલ ફર્લો સ્કવોડના કોન્સ્ટેબલ કે.એલ.ગોહિલે ત્રણેય શખ્સ અને તપાસમાં ખુલ્લે તે બુટલેગર સામે વરતેજ પોલીસમાં ગુનો રજિસ્ટર કરાવ્યો હતો.
તળાજાના ગોરખી ગામે રહેતો અશ્વિન ઉર્ફે દરજી ઓધડભાઈ ડોડિયા નામના શખ્સે ગોરખી ગામે દેવલી તરફ જતા રોડની બાજુમાં નેરા પાસેની પડતર જગ્યામાં બાવળ નીચે દારૃ છૂપાવ્યો હોવાની બાતમીના આધારે તળાજા પોલીસે રેઈડ કરી અંગ્રેજી દારૃના નવ ચપટાં કબજે કર્યા હતા. દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલા શખ્સ સામે પોલીસે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
ઘોઘા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે વાવડી ગામે ભાવનગર-સોમનાથ હાઈવે પર વણેશીવા પાસે સર્વિસ રોડ પર થેલો લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલા વિજયસિંહ શૈલેન્દ્રસિંહ ગોહિલ (રહે, ઓદરકા, તા.ઘોઘા) નામના શખ્સને પકડી પાડી તપાસ કરતા વિદેશી દારૃના ૯૬ ચપટાં મળી આવ્યા હતા. ઝડપાયેલા શખ્સની પૂછતાછ કરતા આ દારૃનો જથ્થો તેના મિત્ર ઉપેન્દ્ર ભાનુશંકર પંડયા (રહે, વાવડી) પાસેથી લાવ્યાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે બન્ને શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના શિવાજી સર્કલ, પંચવટી ચોક પાસે રહેતો ઉત્સવ જગદીશભાઈ બારૈયા નામના શખ્સના મકાનમાં ઘોઘારોડ પોલીસે રેઈડ કરી પ્લાસ્ટિકના થેલીમાં રાખેલા અંગ્રેજી દારૃના ૬ ચપટાં કબજે કર્યા હતા. પોલીસની આ રેઈડમાં શખ્સ હાજર ન મળી આવતા તેની સામે પ્રોહિ. એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.
ગારિયાધારના પચ્છેગામ રોડ, ધોબીધાર ખાતે રહેતો મહેશ ઘનશ્યામભાઈ વાઘેલા નામના શખ્સના મકાનમાં ગારિયાધાર પોલીસે દરોડો પાડી વિલાયતી દારૃની ૩૬ બોટલ સાથે મહેશ વાઘેલાની ધરપકડ કરી પૂછતાછ કરતા આ દારૃનો જથ્થો સુખદેવ ભનુભાઈ રાઠોડ (રહે, જેસર રોડ, સાવરકુંડલા, અમરેલી)એ પૂરો પાડયાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે બન્ને શખ્સ સામે ફરિયાદ નોંધી હતી.
શહેરના ભરતનગર, નવા બે માળિયા, મામાની હવેલી પાસેથી ભરતનગર પોલીસે મીહિર અનિલભાઈ વાઘેલા અને વિરાજ સુરેશભાઈ પરમાર નામના બે શખ્સને બિયરના બે ટીન સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




