સનેશ ચોકડી પાસેથી વિદેશી દારૃ સાથે નિવૃત્ત આર્મીમેન ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગારીયાધારનો બુટલેગર વેળાવદર પોલીસની ગિરફ્તમાં
૪૫ દારૃની બોટલ, મોબાઈલ સહિત રૃા.૨૩ હજારનો મુદ્દામાલ જપ્ત, શખ્સ સામે અગાઉ પાસા અને દારૃની હેરાફેરીના અનેક ગુના નોંધાયેલા છે
ભાવનગર - ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે નંબર-૭૫૧ પર આવેલી સનેશ ચોકડી પાસેથી વેળાવદર (સનેસ) પોલીસે મિલિટરી ડિફેન્સ બ્રાન્ડના વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.
વેળાવદર ભાલ પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે નંબર-૭૫૧ પર આવેલી સનેશ ચોકડી પાસેથી વેળાવદર (સનેસ) પાસે ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામના રહેવાસી અને નિવૃત્ત આર્મીમેન દિલિપ ભીખાભાઈ ત્રિવેદી (ઉં.વ. ૪૪)ને અટકાવી તપાસ કરતા તેની પાસેથી ૪૫ બોટલ ઈંગ્લીશ દારૃ (કિંમત રૃા. ૧૩,૬૦૩), મોબાઈલ અને થેલા મળી કુલ રૃા.૨૩,૮૦૩ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, પકડાયેલ શખ્સ અવારનવાર દારૃની હેરાફેરી કરવાની ટેવ ધરાવે છે. તેની સામે અગાઉ સિહોર, દાહોદ અને ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દારૃના ગુનાઓ નોંધાયેલા છે તેમજ તા.૦૨ માર્ચ ૨૦૨૬ના રોજ તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. પોલીસે શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









