નેસડા ગામે ખેડૂતોની જમીનમાં વીજલાઈન નાંખવા સામે વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસની અટકાયતી કાર્યવાહી સામે લોકોમાં આક્રોશ
ખેડૂતોના હિતોનું રક્ષણ કરી બિનકાયદે કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવા માંગ
સિહોર - સિહોર તાલુકાના નેસડા ગામે આહીર સમાજના ખેડૂતોની જમીનમાં ગેરકાયદે રીતે વીજ લાઈન નાંખવામાં આવી રહ્યાની રાવ સાથે ખેડૂતો અને રાજકીય પક્ષોના આગેવાનોએ ભારે વિરોધ દર્શાવ્યો છે.
નેસડા ગામે આહીર સમાજના ખેડૂતોએ એવી ફરિયાદ કરી છે કે, વીજ કંપની દ્વારા તેમની જમીનમાં મંજૂરી લીધા વિના જ બિનકાયદે રીતે વીજ લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ મામલે ખેડૂચો અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓએ નેસડા ગામે પહોંચી ખેડૂતોના હક્ક અને ન્યાય માટે લડત ચલાવી વીજ લાઈન નાંખવાની કામગીરી સામે વિરોધ દર્શાવતા પોલીસે સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, સહમંત્રી, આપના પ્રમુખ સહિતના રાજકીય આગેવાનો તેમજ ખેડૂતોની અટકાયત કરી હતી. પોલીસની આ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરી ખેડૂતોના હિતોનું રક્ષણ કરી બિનકાયદે થઈ રહેલી કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવા માંગણી કરાઈ હતી.









