Bhavnagar

રથયાત્રા પૂર્વે ભાવનગર શહેરમાં મોડી રાત્રે પોલીસનું મેગા કોમ્બિંગ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં આગામી 16 જુલાઈએ 41મી રથયાત્રા યોજાશે. આ નિમિત્તે, શાંતિપૂર્ણ માહોલ જાળવવા પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. 29 ટીમોએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા 156 શખ્સો સામે કાર્યવાહી કરી. 8 ચેકપોસ્ટ ઉભી કરાશે, જેમાં રેન્જ આઈજી અને એસપી સહિતના અધિકારીઓ જોડાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

રથયાત્રા પૂર્વે ભાવનગર શહેરમાં મોડી રાત્રે પોલીસનું મેગા કોમ્બિંગ

આગામી ૧૬ જૂલાઈના રોજ ૪૧મી રથયાત્રા નિકળનાર છે

પોલીસની ૨૯ ટીમ દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોનું ચેકિંગ થયું ઃ આઠ ચેકપોસ્ટ ઉભી કરાશે ઃ ૧૫૬ શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી

ભાવનગર -  ભાવનગર શહેરમાં આગામી ૧૬મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે. જેને અનુસંધાને ગત મોડી રાત્રિના શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રેન્જ આઈજી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. પોલીસની ૨૯ ટીમ દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે ૧૫૬ શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ભાવનગર શહેરમાં આગામી ૧૬મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા નિકળનાર છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસતંત્ર કવાયત કરી રહ્યું છે. રથયાત્રાને અનુલક્ષીને ગત મોડી રાત્રિના શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રેન્જ આઈજી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. પોલીસના આ મેગા કોમ્બિંગ દરમિયાન ૧૧૪ સમન્સ બજવણી, ૩૭ સામે નોન બેલેબલ વોરંટ, ૫૧ સામે બેલેબલ વોરંટ, ૧૩ નોટિસની બજવણી, ૪૧ વાહન ડિટેઈન કરી રૃા.૪૭,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રોહિબિશનના ૩૬ કેસ, ડ્રિંક એન્ડ ડ્રાઈવના ૧૧ કેસ, છરી સાથે ૧૪ શખ્સને ઝડપી ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ નાસતા-ફરતા ૮ શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં ૯૧ અટકાયતી પગલા ભરવામાં આવ્યા છે. આમ, કુલ ૧૫૬ શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સીટી ડિવાયએસપી સિંઘાલે જણાવ્યું હતું. રથયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય અને કાંકરીચાળો કરી શકે તેવા તત્વોને અંકુશમાં લેવા માટે છેલ્લા ૧૦ દિવસથી સીટી ડિવિઝનના પાંચે પોલીસ મથક તથા એલસીબી, એલઓજીની કુલ ૨૯ ટીમો દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. જેમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સનું ચેકિંગ, ફરાર શખ્સને ઝડપવાની કામગીરી કરવામાં આવશે. તેમજ શહેરની આજુબાજુમાં ૮ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે.

શરીર સંબંધિત વધતા ગુનાઓ મામલે રેન્જ આઈજીની અધિકારીને ટકોર

ભાવનગર શહેર અને જિલ્લામાં નજીવી બાબતે છરી વડે હુમલાની વધી રહેલી ઘટનાઓ તેમજ વધી રહેલા શરીર સંબંધિત ગુનાઓ મામલે પોલીસ અધિકારીઓને, તેમજ વિવિધ સમાજના આગેવાનો સાથેની બેઠકમાં પણ આવી ઘટનાઓ ન ઘટે તે માટે આગેવાનોએ પ્રયાસો કરવા જોઈએ તેવી ટકોર કરી હતી.