કાયદા વિદ્યાશાખા સેમ-૨ના લો-ઓફ ટાર્ટ વિષયમાં સીંગલ ડિઝીટમાં માર્ક અપાતા રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિરીક્ષક દ્વારા પેપર ચકાસણીમાં નિષ્કાળજીનો આક્ષેપ
સેમ-૬ના ઇંગ્લીશ મીડિયમના પેપરમાં પણ છબરડો ! ઃ રેન્ડમલી પેપર અન્ય એક્સપર્ટ ફેકલ્ટી પાસે ચેક કરાવી ન્યાય આપવા માંગ
ભાવનગર - મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીની કાયદા વિદ્યાશાખાની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે એમ.-૨માં લો ઓફ ટાર્ટ વિષયમાં વિદ્યાર્થીને ૧, ૩, ૫, ૮, ૧૦ જેવા હાસ્યાસ્પદ ગુણ આવેલ છે. તો સેમ-૨ના અંગ્રેજી વિષયમાં પણ છબરડો થયો હોવાના આક્ષેપો થવા પામ્યા છે. જે અંગે વિદ્યાર્થીને ન્યાય આપવા સ્થાનિક અને ઉચ્ચસ્તરીય રજૂઆતો થવા પામી છે.
એમ.કે.બી.યુ.ના કાયદા વિદ્યાશાખા અંતર્ગત એલએલબી સેમ-૨ની પરીક્ષા મે-૨૦૨૬માં આપેલ જેનું પરિણામ ગત તા.૭-૭-૨૦૨૬ના રોજ જાહેર થયેલ જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ જોવામાં આવે તો સમગ્ર પરિણામમાં માત્ર લો-ઓફ ટોર્ટના વિષય સિવાય અન્ય વિષયમાં ૫૫ ટકાથી વધુ ગુણ મેળવેલ છે. જ્યારે માત્ર આ એક જ વિષયમાં અન્યાયરૃપી પેપર ચકાસી અને ૧ માર્ક, ૨ માર્ક, ૫ માર્ક, ૯ માર્ક કે ૧૪ માર્ક જેવા નગણ્ય માર્ક આવેલ હોય જેથી પેપર તપાસ કરનાર નિરીક્ષક દ્વારા પેપર ચકાસવામાં પુરતી કાળજી ન રાખવામાં આવેલી હોવાના આક્ષેપ ઉઠયા છે. ગત સેમના યુનિ ટોપરને હાલ સેમ-૨માં માત્ર લો-ઓફ ટોર્ટમાં માત્ર ૧ માર્ક આપેલ છે. આજ પરિસ્થિતિ સેમ-૧ના કોન્ટ્રાક્ટ લો વિષયમાં હતી જેથી લો-ઓફ ટોર્ટ વિષયના પરિણામ બાબતે શંકા હોય તાજેતરમાં કાયદા વિદ્યાશાખા અંતર્ગત સેમ.-૬ના ઇંગ્લીશ મીડિયમનું પરિણામમાં પણ આ જ પ્રકારનો થછબરડો થયેલ હોય જેથી કાયદા વિદ્યાશાખામાં જે કોઇ ચોક્કસ વિષય પકડી તેમાં વિદ્યાર્થીઓને આ પ્રકારના હાસ્યાસ્પદ માર્ક આપવાની ુપરંપરા શરૃ થયેલ છએ જે અટકે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુ-નિશ્ચિત બને તે જોવા અને સેમ-૬ અંગ્રેજી અને સેમ-૨ના લો-ઓફ ટોર્ટ વિષય બાબતે નાપાસ થયેલ વિદ્યાર્થીઓના રેન્ડમલી ત્રણ કે પાંચ પેપર મેળવી અન્ય યુનિ. કાયદા વિદ્યાશાખાના એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા મૂલ્યાંકન કરવા માંગણી કરાઇ છે.









