Bhavnagar

એનડીપીએસ ગુન્હાનો નાસતો-ફરતો શખ્સ પકડાયો

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
ભાવનગર એન્ટી નાર્કોટીક્સ વિંગે નિલમબાગ પોલીસ સ્ટેશનના NDPS ગુનામાં ફરાર દિલીપ નાજાભાઈ ડોડીયા (ઉ.વ. 28, રહે. કુંભારવાડા) ને ભાવનગર એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ભાવકુદાન કુંચાલાને મળેલી બાતમી આધારે આ કાર્યવાહી કરાઈ હતી. આરોપીને વધુ તપાસ માટે નિલમબાગ પોલીસને સોંપવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એનડીપીએસ ગુન્હાનો નાસતો-ફરતો શખ્સ પકડાયો

ભાવનગર એન્ટી નાર્કોટીક્સ વિંગની સફળ કામગીરી

એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઇસમની અટકાયત, આગળની કાર્યવાહી માટે નિલમબાગ પોલીસને સોંપાયો

ભાવનગર -  ભાવનગર એન્ટી નાર્કોટીક્સ વિંગે નિલમબાગ પોલીસ સ્ટેશનના એનડીપીએસ ગુનામાં ફરાર શખ્સને એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નાસતા ફરતા આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ભાવનગર એન્ટી નાર્કોટીક્સ વિંગને મોટી સફળતા મળી છે.એન્ટી નાર્કોટીક્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ભાવકુદાન કુંચાલાને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે નિલમબાગ પોલીસ સ્ટેશનના એનડીપીએસ કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબના ગુન્હામાં પકડવાનો બાકી નાસતો-ફરતો આરોપી દિલીપ નાજાભાઇ ડોડીયા (ઉ.વ. ૨૮, રહે. કુંભારવાડા સર્કલ, શાંતિનગર, ભાવનગર) એસ.ટી. બસ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ અર્થે તેને નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.