આંતર કોલેજ ફુટબોલ બહેનોની સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ ચેમ્પિયન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૧૬ કોલેજની ૧૪૨ ખેલાડી બહેનોએ ઉત્સાહ દેખાડયો
વાય.જે.જે. દોશી કોલેજના યજમાન પદે ૧૦ કિ.મી. ક્રોસ કન્ટ્રી સ્પર્ધાનો આજથી પ્રારંભ, ૨૬ કોલેજ જોડાશે
ભાવનગર - મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આંતર કોલેજ સ્પર્ધા અંતર્ગત ફુટબોલ બહેનોની સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ ચેમ્પિયન, ગોપીનાથજી મહિલા કોલેજ રનર્સઅપ બની હતી. તો કાલે તા.૧૯ના રોજ તળાજા ખાતે ક્રોસ કન્ટ્રી સ્પર્ધાનો પ્રારંભ થશે. જેમાં ૨૬ કોલેજો ભાગ લેશે.
આંતર કોલેજ ફૂટબોલ (બહેનો)માં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ચેમ્પિયન, ગોપીનાથજી મહિલા કોલેજ રનર્સઅપ અને સ્વામી વિવેકાનંદ કોલેજ, પાલિતાણાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આંતર કોલેજ ફૂટબોલ (બહેનો)ની સ્પર્ધા તા.૧૭ થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન સર પી.પી. ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના યજમાન પદે યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ હતી. જેમાં ૧૬ કોલેજોના કુલ ૧૪૨ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંતર કોલેજ ફૂટબોલ (બહેનો)ની ફાઇનલ મેચ નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર અને ગોપીનાથજી મહિલા કોલેજ વચ્ચે રમાઇ હતી. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર, ૨-૦ ગોલથી વિજેતા બની ચેમ્પિયન થઇ હતી તથા ગોપીનાથજી મહિલા કોલેજ રનર્સઅપ રહી હતી, જ્યારે સ્વામી વિવેકાનંદ કોલેજ, પાલિતાણા તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી (૧૦ કિ.મી. રનિંગ) ભાઇઓ-બહેનોની સ્પર્ધા તા.૧૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૬.૩૦ કલાકથી વાય.જે.જે. દોશી કોલેજ, તળાજાના યજમાન પદે તળાજા ખાતે યોજાશે. જેમાં ૧૫ કોલેજના કુલ ૬૭ ખેલાડી (ભાઇઓ) તથા ૧૧ કોલેજની કુલ ૪૫ (બહેનો) એમ કુલ ૧૧૨ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. સ્પર્ધામાં દરેક ખેલાડીઓ વાય.જે.જે. દોશી કોલેજ, તળાજાથી પ્રસ્થાન કરી મામલતદાર ચોકડી, રોયલ ચોકડી, વેળાવદર ગામ પરત થઇને રોયલ ચોકડી, મામલતદાર ચોકડીથી કોલેજ પૂર્ણ થશે.




