Bhavnagar

ગાળો બોલવાની ના પાડતા આધેડ મહિલા પર લાકડાના ધોકાથી હિંસક હુમલો

By GS Team
18 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરના શ્રમજીવી અખાડા વિસ્તારમાં ૫૨ વર્ષીય મહિલા પર જીવલેણ હુમલો થયો. ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા અજય ઉર્ફે રાણો રાઠોડે લાકડાના ધોકા વડે હુમલો કર્યો. મહિલાના કપાળે ગંભીર ઈજા થતાં સર ટી. હોસ્પિટલ ખસેડાયા. ઘોઘારોડ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાળો બોલવાની ના પાડતા આધેડ મહિલા પર લાકડાના ધોકાથી હિંસક હુમલો

ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ઈજાગ્રસ્ત મહિલાને સારવાર  માટે હોસ્પિટલે ખસેડવામાં આવી

ભાવનગર - ભાવનગર શહેરના ઘોઘા સર્કલ પાસે આવેલ શ્રમજીવી અખાડો વિસ્તારમાં એક ચોંકાવનારી હિંસક ઘટના સામે આવી છે. ઘર પાસે ઉભા રહીને બિભત્સ ગાળો બોલવાની ના પાડતા એક ઉશ્કેરાયેલા શખ્સે ૫૨ વર્ષિય આધેડ મહિલા પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાના કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બનાવની વિગત મુજબ,  શ્રમજીવી અખાડો વિસ્તારમાં રહેતા ગીતાબેન ગોરધનભાઈ ચૌહાણ (ઉ.વ. ૫૨) ગત ગુરુવારે સાંજના સાડા ચારેક વાગ્યે પોતાના પરિવાર સાથે ઘરે હતા. તે સમયે તેમની જ શેરીમાં રહેતો અજય ઉર્ફે રાણો રાઠોડ તેમના ઘર પાસે આવીને જાહેરમાં ગાળો બોલી રહ્યો હતો. ગીતાબેને તેને ગાળો બોલવાની ના પાડતા અજય ઉર્ફે રાણો એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગીતાબેનને આડેધડ મૂઢ માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ અજય ઉર્ફે રાણોએ પોતાના હાથમાં રહેલા લાકડાના ધોકાનો એક જોરદાર ઘા મહિલાના કપાળ પર ડાબી બાજુ મારી દીધો હતો.મહિલાની બૂમાબૂમ સાંભળી પરિવારજનો દોડી આવતા અજય ઉર્ફે રાણો જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો. ઘોઘારોડ પોલીસે અજય ઉર્ફે રાણો રાઠોડ વિરૃદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને જી.પી.એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.