Bhavnagar

અવાણીયા ગામે જૂની અદાવતમાં આધેડ પર ધારીયા અને ઢીકાપાટુથી હુમલો

By GS Team
2 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરના ઘોઘા તાલુકાના અવાણીયા ગામે છોકરાઓની બોલાચાલીની અદાવતમાં 43 વર્ષીય કાન્તીભાઈ ડાભી પર જીવલેણ હુમલો થયો. કાન્તીભાઈ ઘરે પરત ફરતા હતા ત્યારે જીગ્નેશ નાડોળિયા, સાદુળ મનજીભાઈ અને નારણ મનજીભાઈએ હુમલો કર્યો. જીગ્નેશે તેમના માથામાં ધારીયું ઝીંકી દેતા ગંભીર ઈજા થઈ. તેમને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘોઘા પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અવાણીયા ગામે જૂની અદાવતમાં આધેડ પર ધારીયા અને ઢીકાપાટુથી હુમલો

ઇજાગ્રસ્ત આધેડને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

છોકરાઓની બોલાચાલીની અદાવત રાખી ત્રણ શખ્સોએ આધેડને માથામાં ધારીયું ઝીંકી દીધું,

ભાવનગર -  ઘોઘા તાલુકાના અવાણીયા ગામે છોકરાઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીની દાજ રાખીને ત્રણ શખ્સોએ એક આધેડ પર જીવલેણ હુમલો કર્યો હતો.

ઘોઘા તાલુકાના અવાણીયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા ૪૩ વર્ષીય કાન્તીભાઈ પોપટભાઈ ડાભી ગઈકાલે સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમના પત્નીએ ફોન પર જાણ કરી કે તેમના દીકરા મનિષ સાથે ગામના નારણ અને સાદુળના છોકરાઓની બોલાચાલી થઈ છે.કાન્તીભાઈ તાત્કાલિક જોધપરા ચોક પહોંચતા જ ત્યાં હાજર જીગ્નેશ સાદુળભાઈ નાડોળિયા, સાદુળ મનજીભાઈ અને નારણ મનજીભાઈ નાડોળિયાએ તેમના પર હુમલો કરી દીધો હતો. જીગ્નેશે કાન્તીભાઈના માથાના ભાગે ધારીયાનો ઘા મારી દેતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ અન્ય બે શખ્સોએ તેમને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો.

આ હુમલામાં કાન્તીભાઈને માથામાં ગંભીર ઈજા થતાં અને તેઓ હાલ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘોઘા પોલીસે ત્રણેય શખ્સો વિરૃદ્ધ બીએનએસ કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૫૪ અને જી.પી.એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.