Bhavnagar

મહુવાના કળમોદર ગામે વાડીમાંથી ૫૦ લાખ રૃપિયાનો ગાંજો ઝડપાયો

By GS Team
28 Nov 20261 min read
TukuTouch Logo
ભાવનગર SOGએ મહુવાના કળમોદરમાંથી 50 લાખથી વધુના લીલા ગાંજા સાથે વાડીમાલિક ઘોહા રામભાઈ ભમ્મર (ઉ.વ.42)ને ઝડપી પાડ્યો છે. તેણે ત્રણ માસ પહેલા કપાસના ખેતરમાં 161 ગાંજાના છોડ વાવ્યા હતા. પૂછપરછમાં, તેણે સાધુ-સંતો પાસેથી ગાંજાના બીજ મેળવી વાવેતર કર્યાની કબૂલાત કરી હતી. SOGએ બગદાણા પોલીસમાં NDPS હેઠળ ગુનો નોંધાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવાના કળમોદર ગામે વાડીમાંથી ૫૦ લાખ રૃપિયાનો ગાંજો ઝડપાયો

ભાવનગર એસઓજીએ વાડીમાલિકની ધરપકડ કરી

સાધુ-સંતો પાસેથી ગાંજાના બીજ લઈ ત્રણ માસ પહેલા ૧૬૧ છોડ વાવ્યાની કબૂલાત

ભાવનગર -  મહુવા તાલુકાના કળમોદર ગામે ખેતરમાં કપાસના વાવેતર વચ્ચે વાવેલો ૫૦ લાખથી પણ વધુ કિંમતના લીલા ગાંજાના જથ્થા સાથે વાડીમાલિકની ધરપકડ કરવામાં આવી છે.

મહુવાના કળમોદર ગામે વાડી વિસ્તારમાં રહેતો ઘોહા રામભાઈ ભમ્મર (ઉ.વ.૪૨) નામના શખ્સે તેની વાડીમાં ગાંજાના છોડ વાવ્યાની બાતમીના આધારે ભાવનગર એસઓજીની ટીમે દરોડો પાડી તપાસ કરતા કપાસના વાવેતર વચ્ચેથી લીલા ગાંજાના ૧૬૧ છોડ (૧૦૦.૨૧ કિ.ગ્રા.) (કિ.રૃા.૫૦,૧૦,૫૦૦)નો જથ્થો મળી આવતા એસઓજીએ વાડીમાલિક ઘોહા ભમ્મરને લીલા ગાંજાના મસમોટા જથ્થા તેમજ આધારકાર્ડ, લાઈટબિલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

એસઓજીની પૂછતાછમાં શખ્સે કબૂલાત આપતા જણાવ્યું હતું કે, પોતે ગાંજાનો વ્યસની છે. અલગ-અલગ આશ્રમોમાં જતો ત્યારે સાધુ-સંતોની સેવા પૂજા કરવા બદલ ખુશ થઈ તેને ગાંજાના બીજ તેમની પાસેથી લઈ લેતો અને આ ભેગા કરેલા બીજ તેની વાડીમાં ગાંજાના ૧૬૧ છોડ ત્રણેક માસ પહેલા વાવેતર કર્યા હતા. બનાવ અંગે એસઓજીએ ઘોહા ભમ્મર સામે બગદાણા પોલીસમાં એનડીપીએસની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.