મહુવામાં એક્ટિવા સ્કૂટર પર વિદેશી દારૃનો વેપલો કરતો શખ્સ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દારૃ સપ્લાય કરનાર સહિત બે સામે પણ ગુનો નોંધાયો
એલસીબીએ જનતા પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૃ, રોકડ, મોબાઈલ અને સ્કૂટર મળી રૃા. ૬૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર - ભાવનગર જિલ્લાના મહુવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે રેડ કરીને ગેરકાયદે વિદેશી દારૃની સ્કૂટર પર વેચાણ કરતા શખ્સને ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ મહુવામાં પ્રોહિબિશન અંગે પેટ્રોલીંગમાં હતી ત્યારે કુટીરનિવાસ ખોડીયાર મંદિર પાસે રહેતો કિરણ કાનાભાઇ ચૌહાણ પોતાના એક્ટિવા સ્કૂટરમાં દારૃ રાખી વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કિરણ ચૌહાણ (ઉ.વ.૪૫)ને ઝડપી પાડયો હતો.એક્ટિવાની ડીકીની તલાશી લેતા તેમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૨૧ સીલપેક બોટલો (કિંમત રૃ. ૩,૧૫૦), દારૃના વેચાણના રોકડા રૃ. ૨,૮૦૦, રૃ. ૫૦,૦૦૦નું એક્ટિવા સ્કૂટર તથા રૃ. ૫,૦૦૦નો મોબાઇલ મળી કુલ રૃ. ૬૦,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પ્રાથમિક પૂછપરછમાં આ દારૃનો જથ્થો ગુજરડા/અગતરીયા ગામના વિજય બારૈયા નામના શખ્સે પૂરો પાડયો હોવાનું ખુલતા પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




