Bhavnagar

જાળીયા ગામેથી રૃ.૨.૫૦ લાખના દારૃ બિયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

By GS Team
21 Aug 20261 min read
TukuTouch Logo
ધંધૂકા પોલીસે જાળીયા ગામના ખુલ્લા ખેતરમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે રેલવે ટ્રેક પાસે દરોડો પાડી 630 બોટલો/ટીન, કિંમત રૂ. 2,50,849નો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે જગદિશસિંહ ઝાલા (ઉં.વ. 48, રહે. જાળીયા)ને પકડી પાડ્યો, જેણે કમલેશ દાસાભાઈ સરોલા પાસેથી દારૂ લાવ્યાની કબૂલાત કરી. બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાળીયા ગામેથી રૃ.૨.૫૦ લાખના દારૃ બિયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

ધંધૂકા પોલીસનો દરોડો

ખુલ્લા ખેતરમાં છુપાવ્યો હતો દારૃનો જથ્થો,દારૃ બિયર આપનાર શખ્સને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

ધંધૂકા -  અમદાવાદ ગ્રામ્યના ધંધૂકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જાળીયા ગામે ખુલ્લા ખેતરમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૃ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડયો છે.જ્યારે દારૃનો જથ્થો છુપાવનાર શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.

ધંધૂકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જાળીયા ગામના રેલવે ટ્રેક પાસે આવેલા ખુલ્લા ખેતરમાં રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાં સંતાડી રાખવામાં આવેલી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૃની બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કૂલ ૬૩૦ બોટલો/ટીન કિંમત રૃ.૨,૫૦,૮૪૯ નો મુદામલ કબજે કર્યો છે.પોલીસે સ્થળ પરથી દારૃની જથ્થો છુપાવનાર જગદિશસિંહ વિક્રમસિંહ ઝાલા (ઉં.વ. ૪૮, રહે. જાળીયા)ને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા કમલેશ દાસાભાઈ સારોલા પાસેથી લાવ્યો હોવાનો કબૂલાત કરતા ધંધૂકા પોલીસે બંને શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે