મહુવાના દેગવડામાંથી રૃા. ૬.૩૮ લાખના ગાંજાના છોડ સાથે શખ્સ ઝબ્બે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જુવાર-ઘાસની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ
એસઓજીએ ડ્રોન કેમેરા સાથે પેટ્રોલિંગ હાથ ધરી લીલા ગાંજાના ૧૦૪ છોડ ઝડપી પાડયા
ભાવનગર - ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામની વાડીમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના ૧૦૪ છોડ સાથે એક શખ્સને ભાવનગર એસઓજી અને બગદાણા પોલીસે ઝડપી પાડયો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલનું વજન ૧૨ કિલો ૭૬૦ ગ્રામ થયું છે, જેની અંદાજિત કિંમત રૃ. ૬,૩૮,૦૦૦ આંકવામાં આવી છે.
એસઓજીના પોલીસ કર્મચારીઓ બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન કેમેરા સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. દેગવડા ગામના હકાભાઈ ભીખાભાઈ ધોલ્ય ઉર્ફે ગોહિલ (ઉં.વ. ૫૦)એ પોતાની વાડીમાં જુવાર અને ઘાસના વાવેતર વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની માહિતી મળતા એસઓજી અને બગદાણા પોલીસની ટીમે પંચો તથા એફએસએલ અધિકારીની હાજરીમાં રેઇડ કરી હતી.વાડીમાંથી મળી આવેલા એકથી નવ ફૂટ સુધીના ૧૦૪ લીલા ગાંજાના છોડ, સેમ્પલ માટેની માટી તેમજ દસ્તાવેજો કબજે લેવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં શખ્સેએ પોતાના વ્યસન માટે આશરે ત્રણ મહિના અગાઉ વાવેતર કર્યાનું જણાવ્યું હતું. આ મામલે બગદાણા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




