Bhavnagar

મહુવામાં વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ પકડાયો

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
મહુવાના જનતા પ્લોટમાં LCB પોલીસે દરોડો પાડી રાહુલ ઉર્ફે ટમેટી ભાલીયા પાસેથી ₹1,950ની 13 બોટલ વિદેશી દારૂ અને ₹20,000નો મોબાઈલ સહિત ₹21,950નો મુદ્દામાલ જપ્ત કર્યો. દારૂનો જથ્થો ભાવેશ વાસીયા વતી સુનીલ ઉર્ફે સેટી પરમાર આપી ગયો હોવાનું ખુલતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવામાં વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ પકડાયો

ભાવનગર -  મહુવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં એલસીબી પોલીસે રેઇડ પાડીને રાહુલ ઉર્ફે ટમેટી ભાલીયા નામના ઇસમ પાસેથી રૃ. ૧,૯૫૦ની કિંમતની ૧૩ બોટલ વિદેશી દારૃ અને રૃ. ૨૦,૦૦૦નો મોબાઇલ મળી કુલ રૃ. ૨૧,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૃનો આ જથ્થો ભાવેશ વાસીયા વતી સુનીલ ઉર્ફે સેટી પરમાર આપી ગયો હોવાનું ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.