Bhavnagar

બોટાદમાં ચાલતું મોટું ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીનું રેકેટ પકડાયું

By GS Team
10 Nov 20262 mins read
TukuTouch Logo
બોટાદ LCB પોલીસે ઓનલાઈન મની ગેમિંગ અને સટ્ટાબાજીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગઢડા રોડ પરથી પ્રકાશ પ્રવીણભાઈ સાંકળીયાને ઝડપી પાડવામાં આવ્યો છે, જે 17થી વધુ સટ્ટા-ગેમિંગ વેબસાઈટ ચલાવતો હતો. પોલીસે લેપટોપ, મોબાઈલ, 7 પાસબુક અને 8 ચેકબુક સહિત કુલ રૂ. 30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અન્ય 5 આરોપીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદમાં ચાલતું મોટું ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીનું રેકેટ પકડાયું

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને દબોચી લીધો

ગેમ સહિતની પ્રતિબંધિત એપ્લિકેશનો દ્વારા આચરાતું લાખોનું કૌભાંડ, લેપટોપ અને મોબાઈલ પોલીસે કબજે લીધા

ભાવનગર -  બોટાદ ટાઉન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઓનલાઈન મની ગેમિંગ અને સટ્ટાબાજીનું મોટું નેટવર્ક ચલાવતા એક કુખ્યાત રેકેટનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. નવા અમલી બનેલા ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન એક્ટના કાયદાકીય આદેશોનું ઉલ્લંઘન કરી સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા લોકોને ઓનલાઈન જુગારની લત લગાડવામાં આવી રહી હતી.

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ગઢડા રોડ પર આવેલા કષ્ટભંજન કોર્નર પાસેથી પ્રકાશ પ્રવિણભાઈ સાંકળીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન તેની પાસેથી એક લેપટોપ, મોબાઈલ ફોન તેમજ વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોની ૭ પાસબુકો અને ૮ ચેકબુકો મળી આવી હતી. પ્રકાશ પ્રવિણભાઈ સાંકળીયા દ્વારા નેમચિપ અને હોસ્ટસ્ટિંગર પેનલ તેમજ ગૂગલ સર્ચ કોન્સોલ મારફતે ૧૭થી વધુ સટ્ટા-ગેમિંગ વેબસાઈટ અને ડોમેઈનનું સંચાલન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.આ ગેમિંગ એપ્લિકેશન્સમાં લોકોને ફ્રી બોનસ અને લાઈવ જેકપોટની લાલચ આપી નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હતા. આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ હર્ષદ બાવળીયા, નિકુલ જીડીયા, રાજ જાડા અને ઉદેશ મકવાણા વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કુલ રૃ. ૩૦,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એલસીબીએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કલમ ૯(૧), ૯(૨), ૯(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.