નકલી દારૃની ફેક્ટરના કેસમાં મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહુવાના ગુંદરણી ગામેથી અપ્રીલ માસમાં પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ફેક્ટરી ઝડપી હતી
અત્યાર સુધીમાં ૯થી ૧૦ લોકોની ધરપકડ થઈ, રાજસ્થાનથી માણસો લાવી ડિહાઈડ્રેશનના પરિસરમાં નકલી દારૃ બનતો હતો
મહુવા - મહુવાના ગુદરણી ગામેથી ગત એપ્રીલ મહિનામાં પેરોલ ફર્લો સ્ક્વોર્ડે કેપ્ટન ફુડ્ઝ ડિહાઈડ્રેશન પરિસરના રૃમમાં નકલી વિદેશી દારૃ બનાવતી ફેક્ટરી ઝડપી ૯ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. જે કેસમાં હવે ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા મહુવા શહેર ભાજપ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી માણસો લાવી ડિહાઈડ્રેશનના પરિસરમાં નકલી દારૃ બનાવવામાં આવતો હતો. આ મામલે અત્યાર સુધીમાં આશરે ૯થી ૧૦ શખ્સની ધરપકડ થઈ ચુકી છે.
મહુવા તાલુકાના ગુંદરણી ગામ સર્વે નં.૧૦૫/૧ હરિપરા રોડ ખાતે બળદેવસિંહ ભીખુભા ગોહિલે તેમની માલિકીના કેપ્ટન ફુડ્ઝ કારખાનાની જગ્યા રાકેશ રમેશભાઈ બારૈયા (રહે.મહુવા) અને રવિરાજ ઉર્ફે મુન્નો દાનુભાઈ મોભ (રહે.પાલિતાણા)ને ભાડે આપી તેમાં તેઓ રાજસ્થાનથી માણસો બોલાવી કારખાનાની પાછળના ભાગે આવેલા રૃમમાં નકલી દારૃ બનાવી વેચાણ કરતા હોવાની ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોર્ડને મળેલી બાતમીના આધારે ગત એપ્રીલ મહિનામાં કેપ્ટન ફુડ્ઝમાં તપાસ કરતા ડિહાઈડ્રેશનની પાછળના ભાગે આવેલા રૃમમાં ડુપ્લીકેટ વિદેશી દારૃ બનાવવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. જે મામલે પેરોલ ફર્લો સ્ક્વોર્ડે કુલ રૃા.૧૫.૨૫ લાખના મુદ્દામાલ સાથે ૬ શખ્સને ઝડપી પાડયા હતા જ્યારે ૯ શખ્સ સામે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. નકલી દારૃ બનાવવાના કેસમાં બળદેવસિંહ ભીખુભા ગોહિલ સામે ગુનો નોંધાયો હતો. જે મહુવા ભાજપના નેતાના મોટાભાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જે બાદ આ કેસમાં હવે પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ગત રોજ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ભીખુભા ગોહિલની ધરપકડ કરી છે. જ્યાં નકલી દારૃ બનતો હતો તે જમીન અને કંપની તેમના નામે હોવાના આધાર પર તેમની ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર રાજભા ગોહિલ મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખ છે અને તેમના પત્નિ મહુવા નગરપાલિકાના નગરસેવક છે ત્યારે નકલી દારૃ બનાવવાના કેસમાં ભાજપના નેતાની ધરપકડે ભારે ચર્ચા જગાવી છે.









