જેસરના કરલા ગામે દીપડાનો આતંક, ફરજામાં બાંધેલ સાત ઘેટા-બકરાનું મારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૧૫ ફુટની વંડી અને તાર ફેન્સીંગ ઠેકીને
ચાર ઘેટાનું સ્થળ પર મારણ કરી બીજા ત્રણને વાડી વિસ્તારમાં લઇ જઇ મીજબાની માણી
જેસર - જેસર તાલુકાના કરલા ગામે ગત રાત્રિએ વહેલી સવારે ગામમાં ૧૫ ફુટ વંડી અને તાર ફેન્સીંગ ઠએકીને પ્રવેશી ફરજામાં બાંધેલ ઘેટા-બકરાના જોકમાં દીપડો ત્રાટકી સાતનું મારણ કર્યું હતું. જ્યારે ત્રણ બકરાને વાડી વિસ્તારમાં લઇ જઇ મીજબાની માણી હતી. દીપડાના આ કૃત્યથી ગ્રામજનોમાં ફફડાટની લાગણી ફેલાવા પાણી હતી.
જેસર તાલુકાના કરલા ગામે ગત રાત્રિના વહેલા પાંચ કલાકે હારુનભાઈ દાદનભાઈ સોલંકીના ઘરમાં એક દિપડો ૧૫ ફૂટ વંડી અને તાર ફેન્સીંગ ઠેકીને ઘરની અંદર પ્રવેશી ઘરના ફરજામાં બાંધેલ ઘેટા બકરા ઉપર હુમલો કર્યો હતો જેમાંથી સાત ઘેટા બકરાનું મારણ કર્યું હતું જેમાં ચાર ઘેટાનું સ્થળ પર મારણ કરી અને બીજા ત્રણ ઘેટાને વાડી વિસ્તારમાં લઈ જઈ અને આંબા નીચે મીજબાની માણી હતી. આવી જ રીતે એક વર્ષ પહેલા હારુનભાઈ સોલંકીના જ ઘેટા બકરાનું મારણ કર્યું હતું. આ બાબતે જેસર વન વિભાગમાં જાણ કરતા જેસર વન વિભાગ સ્થળ તપાસ કરી અને જરૃરી કાગળો કરવામાં આવ્યા હતા. આ બાબતે કરલા ગામના ખેડૂતો તેમજ પશુપાલકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામા આવી હતી કે કરલા ગામમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોને છુટકારો અપાવો. પરંતુ વનતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જાણે મારણની રાહ જોઈને બેઠા હોય તેમ નકર પરિણામનો અભાવ જોવા મળ્યો હતો પશુપાલકો તેમજ ખેડૂતોમાં આ બાબતે રોશ જોવા મળ્યો હતો. આમ ખેડુતો તેમજ પશુપાલકો દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે દીપડાઓ તેમજ સાવજોને પાંજરે પુરી બીડ વિસ્તારમાં મૂકવામાં આવે.




