Bhavnagar

બોટાદના બંધ મકાનમાંથી ઘરેણાં અને રોકડની ચોરી

By GS Team
23 Jul 20261 min read
TukuTouch Logo
બોટાદના માધવપાર્કમાં ભાનુબેન પરમારના બંધ મકાનમાંથી લાખોની ચોરી થતાં ચકચાર મચી છે. અજાણ્યા તસ્કરોએ દરવાજાનો નકૂચો તોડી, તિજોરીમાંથી સોનાની ચેઈન, બુટી, ચાંદીના છડા અને રોકડા 45,000 મળી કુલ 1.49 લાખની મત્તાની ચોરી કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદના બંધ મકાનમાંથી ઘરેણાં અને રોકડની ચોરી

બોટાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

સોનાની ચેઈન, બુટી, ચાંદીના છડા તથા રોકડ મળી કુલ રૃા.૧.૪૯ લાખના મત્તાની ચોરી થઈ

ભાવનગર -  બોટાદના બંધ મકાનમાંથી સોનાની ચેઈન, બુટી, ચાંદીના છડા સહિતના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ રૃા.૧.૪૯ લાખના મત્તાની ચોરી થયાં અંગેની પોલીસ ફરિયાદ બોટાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

બોટાદના પાળિયાદ રોડ માધવપાર્ક શેરી નં.-૨માં રહેતા ભાનુબેન રાજેશભાઈ પરમારે બોટાદ પોલીસ મથકમાં અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત તા.૧૭ના રોજ સવારે તેઓ અમદાવાદ ખાતે તેમની દિકરીના ઘરે ગયા હતા બાદમાં તા.૧૮-૭ની મોડી રાત્રીથી સવારે ૬ કલાકના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોરે તેમના ઘરના દરવાજાનો નકૂચો તોડી મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરમાં રાખેલી તીજોરીનો લોક તોડી તેમાં રહેલા સોનાનો ચેઈન,  બુટી, ચાંદીના છડા, ચાંદીના સિક્કા, ચાંદીના કડલા તથા રોકડા રૃપિયા ૪૫ હજાર મળી કુલ રૃા.૧,૪૯,૨૨૦ના મત્તાની ચોરી કરી ગયા હતા. આ અંગે બોટાદ પોલીસે ગુનો નોંધ્યો છે.