Bhavnagar

તળાજા શહેરમાં સવારે રસ્તા ચોખ્ખા અને રાત્રે ગંદકીથી ભરભૂર

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
તળાજામાં સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડ્યા છે. લાખોના ખર્ચે સફાઈ થતી હોવા છતાં, સાંજે કેટલાક વેપારીઓ જાહેરમાં કચરો ઠાલવે છે. પાલિકા પાસે ગંદકી ફેલાવનારાઓ સામે પગલાં લેવાની સત્તા હોવા છતાં, અધિકારીઓ અને સત્તાધીશો મૂકપ્રેક્ષક બની રહ્યા છે. આઈસ્ક્રીમ, ભેળ અને નાસ્તાની લારીઓવાળા પણ ગંદકી ફેલાવે છે, જેનાથી શહેરની સ્વચ્છતા જોખમાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તળાજા શહેરમાં સવારે રસ્તા ચોખ્ખા અને રાત્રે ગંદકીથી ભરભૂર

સ્વચ્છ ભારત મિશન પાછળ લાખ્ખોનું આંધણ છતાં

સાંજ પડતા જ ચોક્કસ વેપારીઓ કોઇપણ જાતની રોક-ટોક વગર જાહેરમાં કચરો ઠાલવે છે, તંત્ર મુકપ્રેક્ષક બન્યું

તળાજા -  તળાજા શહેરમાં સફાઇ કર્મીઓ સફાઇ કરે ટેમ્પલ બેલ કચરો ઉઘરાવે છતા રાત પડે અને શેરી મહોલ્લાના જાહેર સ્થળો પર કચરાના ઢગલા જોવા મળે છે જેની પાછળ ચોક્કસ મેન્ટાલીટીવાળી જના પણ કારણભૂત છે. જે જાહેરમાં કચરો નાખવા ટેવાયેલી છે પરંતુ તંત્ર પણ નિરસ છે કે આવા લોકો સામે મુકપ્રેક્ષક બને છે.

સ્વચ્છ ભારત અભિયાનના તળાજાના લોકો જ ધજાગરા કરી રહ્યા હોવાનો ઘાટ સામે આવ્યો છે. સફાઇ કર્મી કામ કરી રહ્યા છે, કચરો લેવા માટે ઘરે ઘરે દુકાને ગાડીઓ દોડે છે, ટ્રેક્ટર સહિતના વાહનો દોડે છે છતાંય વહેલી સવારે સફાઇ થયેલ જાહેર રસ્તાઓ પર સાંજે કચરા-ગંદકીના ઢગલા જોવા મળે છે. સ્વચ્છતા માટે લાખ્ખો રૃપિયાનું આંધણ કરવા છતાંય પાલિકાના શાસક હોય કે વિપક્ષ અથવા તો અધિકારીથી સફાઇ કર્મીઓને મળે છે માત્ર ફરિયાદો. નગરવાસીઓને મનફાવે તેમ કોઇપણ જગ્યાએ કચરો નાખીને ગંદકી ફેલાવવા માટે અટકાવવામાં નથી આવતા. પાલિકા પાસે ગંદકી ફેલાવતા ઇસમો સામે કડક પગલા લેવાની સત્તા છે છતાંય અહીં કડક પગલા લેવામાં અધિકારીઓ અને સત્તાધીશો વામણા પુરવાર થઇ રહ્યા છે. કેટલીક દુકાનોવાળા દુકાનો બંધ કરતી વખતે રસ્તા ઉપર દિવસભરનો કચરો રોડ પર બિન્દાસ્ત એટલે ફેંકે છે કારણ કે તેઓને ખબર છે અહીં કોઇ રોકવા કે ટોકવા વાળુ નથી. ગોળા, ઠંડા પીણા, આઇસ્ક્રીમ, ભેળ પાણીપુરી કે નાસ્તાની લારીઓવાળા ધંધો પુરો થાય એટલે ગંદુ પાણી રોડ પર વહાવી દે છએ. ખાધેલ વસ્તુઓની ડિશ-ચમચીઓ રસ્તા પર ઉડતા જોવા મળે છે. અનેક ઘરમાંથી કાયમ માટે એઠવાડ, પલાળએલા ઝબલા, રસ્તા પર ફેંકવામાં આવે છે. આવા માહોલ વચ્ચે પાલિકા તાયફાઓ કરે થછએ કે ભીનો સૂકો સહિતના કચરાના નિકાલ માટે શપથ લે છે ને તેના ફોટાઓ બ્યૂરોક્રેસી ને મોકલીને સંતોષ માની લે છે. જે અંગે કડક નિયમો અને અમલીકરણ કરવું જરૃરી બન્યું છે.