Bhavnagar

સિહોરમાં યુવકની પત્નીનો નંબર માગનાર શખ્સે પતિ પર કર્યો હિચકારો હુમલા

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના સિહોરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. રવિભાઈ પરમાર મજૂરીએ ગયા ત્યારે લાલા રાઠોડ તેમના ઘરમાં ઘૂસી 13 વર્ષની પુત્રી પાસે પત્નીનો નંબર માગ્યો હતો. આ બાબતે રવિભાઈએ પૂછતા લાલા ઉશ્કેરાઈ ગયો અને તેમના ગુપ્તાંગમાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત રવિભાઈને ટાંકા લેવા પડ્યા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિહોરમાં યુવકની પત્નીનો નંબર માગનાર શખ્સે પતિ પર કર્યો હિચકારો હુમલા

પત્નિનો નંબર માગવાનો વિરોધ કરવો મોંઘો પડયોે

ઘરમાં ઘૂસી સગીર દિકરી પાસે નંબર માગ્યા બાદ તકરાર, હુમલાખોરે ગુપ્તાંગ પકડી ટાંકા આવે તેવી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી

શિહોર -  સિહોરના યુવકે પત્નિનો નંબર કેમ માંગ્યો તેમ પુછતા શખ્સે યુવકના પર હુમલો કરી ગુપ્તાંગમાં ઈજા પહોંચાડી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર જિલ્લાના સિહોર ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિહોરમાં રામનાથ રોડ નજીક રહેતા રવિભાઈ જેન્તિભાઈ પરમાર નામનો મજૂર યુવક મજૂરી કામે ગયો હતો ત્યારે લાલા બાબુભાઈ રાઠોડ નામના શખ્સે તેમના ઘરમાં પ્રવેશ કરી તેમની ૧૩ વર્ષની પુત્રી પાસે રવિભાઈની પત્નીનો મોબાઈલ નંબર માગ્યો હતો. દીકરીએ આ અંગે પિતા ઘરે આવતા જાણ કરી હતી. જેથી રવિભાઈએ જૂના શિહોર ગોંદરા વાળા મેલડી માતાના મંદિર પાસે લાલાને જોઈ તેને અટકાવ્યો હતો અને 'મારા ઘરે કેમ ગયો હતો અને મારી પત્નીનો નંબર મારી દીકરી પાસે કેમ માગતો હતો?' તેમ પૂછયું હતું. આ સાંભળી ઉશ્કેરાઈ ગયેલા લાલાએ ગાળો આપી રવિભાઈ સાથે ઝપાઝપી કરી તેમના ગુપ્તાંગના ભાગે જોરથી પકડી નખ વાગતા લોહીલુહાણ કરી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.ઈજાગ્રસ્ત રવિભાઈને પ્રથમ શિહોર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગુપ્તાંગના ભાગે ટાંકા લેવા પડયા હતા. આ બનાવ અંગે શિહોર પોલીસે લાલા સામે બી.એન.એસ. ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.