ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, ૬ વર્ષની બાળકીનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૪ લોકોને ગંભીર ઈજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
સાળંગપુરથી દર્શન કરી પરત ફરતા પરિવારની સ્કોર્પીઓ કાર પલટી મારી ગઈ
ધંધુકા - ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આંબળી સર્કલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ૬ વર્ષની બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
ભીલોડાનો વૈષ્ણવ પરિવાર સ્ક્રોર્પિયો કાર (જીજે-૩૧-બીએ-૧૯૨૨) લઈને દ્વારકા, સોમનાથ અને સાળંગપુર દર્શન કરવા નીકળ્યો હતો. સાળંગપુરથી પરત ફરતી વખતે રાત્રે આશરે પોણા બાર વાગ્યે ચાલક ગોપાલભાઈ વૈષ્ણવે કાર પરનો કાબુ ગુમાવતા ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા કારમાં સવાર લોકોને ગંભીર ઇજા પહોંચતા સ્થાનિક રાહદારીઓએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં ડોક્ટરે ૬ વર્ષની બાળકી પ્રીતીને મૃત જાહેર કરી હતી. જ્યારે કારમાં સવાર રાધાબેન ગોપાલભાઈ (ઉ.વ ૪૮), ઉદયલાલ રતનલાલ (ઉ.વ ૫૨), પુર્ણીબેન ઉદયલાલ (ઉ.વ ૪૫ )તથા રીતીક રતનલાલ (ઉ.વ ૧૯) માયાબેન સંપતભાઇ (ઉ.વ ૪૫) ને ઇજા થતા વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલ રિફર કરાયા છે. ધોલેરા પોલીસે કાર ચાલક વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




