વિદ્યાર્થી બાળકોની સુરક્ષાને લઈ આજે આંગણવાડી શાળા - કોલેજોમાં રજા જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અતીભારે વરસાદની આગાહિના પગલે શિક્ષણકાર્ય ઠપ્પ
એકેડમિક એસોસિએશન દ્વારા તમામ ક્લાસીસમાં પણ વિદ્યાર્થીઓની સલામતીના મામલે રજા જાહેર
ભાવનગર - આગામી તા. ૨૪ના રોજ ભારે વરસાદની આગાહીના પગલે વહિવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને તકેદારી અંગેની સુચનાો જારી કરાઈ છે. જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બાલવાટીકા, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્યમાં રજી જાહેર કરાઈ છે. આ સાથે યુનિવર્સિટી દ્વારા પણ કોલેજ ભવનોમાં રાજ જાહેર કરી છે. જ્યારે સીડીપીઓ અને પ્રોગ્રામ ઓફીસર દ્વારા બાળકોની સાલમતીને લઈ આંગણવાડીમાં પણ બાળકો માટે રજા જાહેર કરવામાં આવી હોય વરસાદની આગાહિના પગલે કાલે શિક્ષણ કાર્ય ઠપ્પ રહેશે.
ભાવનગર શહેર તેમજ જિલ્લાના તમામ તાલુકાઓ અને વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તા. ૨૪-૭-૨૦૨૬ના રોજ વિદ્યાર્થીની સુરક્ષા અને સલામતી ધ્યાને લેતા ભાવનગર શહેર તેમજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી બાલવાટીકા, પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ જારી કરાયા છે. આ સાથે તમામ શિક્ષકોએ ફરજીયાત હેડક્વાર્ટર ખાતેહાજર રહેવાનું રહેશે. શાળાના તમામ શિક્ષકો તથા બિનશૈક્ષણિક સ્ટાફે પોતાની કામગીરી અંગે સ્થાનિક વહીવટી તંત્ર કે સી.આરસી, બીઆરસી, જિલ્લા કક્ષાએથી મળતી સૂચનાઓનું પાલન કરવાનું તેમજ પુર કે આફત જેવી સ્થિતિમાં શાળાનારેકોર્ડ તથા ભૌતિક સાધનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સુચના અપાઈ છે. ત્યારે આંગણવાડીમાં પણ રજા જાહેર કરાઈ છે.
જ્યારે મહારાજા કૃષ્મકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલસચિવે પણ પત્ર કરી ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને તા. ૨૪ શુક્રવારનાં રોજ યુનિવર્સિટીના તમામ અનુસ્નાતક ભવનો, સંચાલિત તથા સંલગ્ન કોલેજો અને યુ.જી. તથા પી.જી. ડિપ્લોમાં સેન્ટર ખાતે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા - વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે. વધુમાં યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનો તથા કોલેજ કાર્યાલયનાં શૈક્ષણિક તેમજ વહીવટી કર્મચારીઓએ રાબેતા મુજબ ફરજ પર હાજર રહેવાનું રહેશે. આ ઉપરાંત જિલ્લા તંત્રના આ નિર્મયને અનુસરીને એકેડેમિક એસોસિએશન ઓફ ભાવનગરના પ્રમુખ હેમંતભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં એસોસિએશન સાથે સંકળાયેલા તમામ ખાનગી કલાસીસમાં પણ આવતીકાલ ેતા. ૨૪ના શૈક્,ણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
વરસાદની આગાહિના પગલે આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધા મોકુફ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા શુક્રવાર તા. ૨૪-૭ના રોજ આયોજિત આંતરકોલેજ બેડમિન્ટન (ભાઈઓ) સ્પર્ધા ભારે વરસાદની આગાહી અને વહીવટી તંત્ર દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના નિર્ણયના પગલે હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. રમતગમત વિભાગના સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર હવે આ બેડમિન્ટન (ભાઈઓ) સ્પર્ધા આગામી શનિવાર તા. ૨૫-૭ અને રવિવાર તા. ૨૬-૭ના જ પૂર્વ નિર્ધારીત સમયે અને નિયત કરેલા સ્થળે જ યોજવામાં આવશે.




