તાજપર પાસે હિટ એન્ડ રન, પુરપાટ ઝડપે આવતી રિક્ષાની અડફેટે વૃદ્ધનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અકસ્માત સર્જી રિક્ષાચાલક વાહન સાથે ફરાર
મારૃતિનગર બસ સ્ટેન્ડ નજીક રસ્તો ઓળંગતી વખતે સર્જાયો જીવલેણ અકસ્માત, બોટાદ રૃરલ પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધ્યો
ભાવનગર - બોટાદ રૃરલ પોલીસ સ્ટેશન હેઠળના તાજપર ગામના મારૃતિનગર બસ સ્ટેન્ડ નજીક એક હૃદયપૂર્વક અકસ્માતની ઘટના સામે આવી છે. બોટાદ તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી એક અજાણી રિક્ષાએ રસ્તો ઓળંગી રહેલા ૬૯ વર્ષીય વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધનું ગંભીર ઈજાઓને કારણે કરૃણ મોત નીપજ્યું છે, જ્યારે રિક્ષા ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, તાજપર ગામના મારૃતિનગર ખાતે રહેતા રામજીભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉં.વ. ૬૯) મારૃતિનગર બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાન સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન બોટાદ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી અજાણી રિક્ષાના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ રામજીભાઈ રોડ પર પછડાતા તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત રામજીભાઈને તાત્કાલિક સારવાર અર્થે બોટાદની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ કનુભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉં.વ. ૫૫) ની ફરિયાદના આધારે બોટાદ રૃરલ પોલીસે અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




