Bhavnagar

ઘોઘારોડ પોલીસે માથાભારે ઈસમ સામે 'પાસા' હેઠળ પગલાં ભર્યા

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા પોલીસે કડક કાર્યવાહી કરી છે. ઘોઘારોડ પોલીસે વારંવાર શરીર સંબંધિત ગુના આચરતા ૨૩ વર્ષીય કમલેશ રાજુભાઈ રાઠોડને 'પાસા' હેઠળ ઝડપી પાડ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત માન્ય રાખતા, કમલેશને રાજકોટ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘોઘારોડ પોલીસે માથાભારે ઈસમ સામે 'પાસા' હેઠળ પગલાં ભર્યા

ભાવનગરમાં અસામાજિક પ્રવૃત્તિ આચરનાર સામે કાર્યવાહી

વારંવાર શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા શખ્સને અટકાયતમાં લઈ રાજકોટ સબ જેલ ખાતે મોકલાયો

ભાવનગર - ભાવનગર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને કાયદો-વ્યવસ્થા ડહોળતા ઈસમો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભાવનગર રેન્જ આઈજીઆર.વી. અસારીની સૂચના હેઠળ ઘોઘારોડ પોલીસ સ્ટેશન દ્વારા શરીર સંબંધિત અવારનવાર ગુના આચરતા ઈસમ સામે 'પાસા' હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.એન. દેસાઈ દ્વારા શહેરના ખેડૂતવાસ (મેલડીમાની ધાર પાસે) ખાતે રહેતા ૨૩ વર્ષીય કમલેશ રાજુભાઈ રાઠોડ સામે પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરને મોકલી આપવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત માન્ય રાખીને પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ઘોઘારોડ પોલીસ ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી કમલેશ રાઠોડને રાજકોટ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.