Bhavnagar

બીજી નવેમ્બરથી સી.એ. ફાયનલ માટે ભાવનગરથી ૧૯૬ પરીક્ષાર્થી પરીક્ષા આપશે

By GS Team
31 Oct 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં 2 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન અમરજ્યોતિ સ્કૂલ ખાતે CA ફાઇનલ પરીક્ષા યોજાશે, જેમાં 196 વિદ્યાર્થીઓ ભાગ લેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પરીક્ષા કેન્દ્રની 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર અને ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ તેમજ લોકોના એકત્રીકરણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષાનું પરિણામ જાન્યુઆરી 2024માં આવવાની સંભાવના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બીજી નવેમ્બરથી સી.એ. ફાયનલ માટે ભાવનગરથી ૧૯૬ પરીક્ષાર્થી પરીક્ષા આપશે

નવે.માં પરીક્ષા અને જાન્યુ.માં પરિણામની સંભાવના

જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે પરીક્ષા દરમિયાન ચોક્કસ પ્રતિબંધો ફરમાવ્યા

ભાવનગર -  મે બાદ આગામી ૨ નવેમ્બરથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાયનલ પરીક્ષા શહેરના અમરજ્યોતિ સ્કૂલ કેન્દ્ર ખાતે ૧૩ નવે. સુધી પરીક્ષા યોજાશે જેમાં કુલ ૧૯૬ જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેને લઇ ચોક્કસ પ્રતિબંધો જાહેર કરાયા છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી તા.૨-૧૧ થી તા.૧૩-૧૧ દરમિયાન ભાવનગર શહેરના અમરજ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ, શાંતિનગર, કાળિયાબીડ ખાતે સી.એ.ની ફાયનલ પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ૧૯૬ વિદ્યાર્થી બપોરે ૨ થી સાંજે ૫ કલાક દરમિયાન પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પરીક્ષાના સમયગાળા દરમિયાન પરીક્ષા કેન્દ્રની આસપાસ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ, ફેક્સ અને સ્કેનરના વ્યવસાય સાથે સંકળઆયેલા વેપારીઓને આ સાધનોના ઉપયોગ પર તેમજ ધ્વનીવર્ધક સાધનોના ઉપયોગ પર તેમજ લોકોના એકત્રીકરણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ૨ નવેમ્બરથી શરૃ થનાર આ સી.એ. ફાયનલ પરીક્ષામાં ગુ્રપ-૧, ગુ્રપ-૨ અને ગુ્રપ-૧-૨ના કુલ મળી ૧૯૬ વિદ્યાર્થી આ પરીક્ષા આપનાર છે. અગાઉ મે ૨૦૨૬માં ફાયનલ પરીક્ષા બાદ આ પરીક્ષાનું આયોજન ગોઠવાયું છે જેનું પરિણામ સંભવતઃ ૨૦ જાન્યુઆરી બાદ આવશે.