Bhavnagar

કુંભારવાડામાં સામસામી પથ્થરમારો ચલાવનાર ચાર શખ્સ ઝબ્બે

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરના કુંભારવાડા મફતનગરમાં રાત્રે બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. શૈલેષ પરમાર, નરેશ ઉર્ફે મચ્છા, મનીષ બારૈયા અને સન્ની મકવાણાએ પથ્થરમારો કરી નિર્દોષ વેપારીની દુકાનનું પતરું તોડ્યું હતું. ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બોરતળાવ પોલીસે 4 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંભારવાડામાં સામસામી પથ્થરમારો ચલાવનાર ચાર શખ્સ ઝબ્બે

સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો

મફતનગરમાં ગત રાત્રિના સમયે બે પક્ષો આમને-સામને આવ્યા, નિર્દોષ વેપારીની દુકાનનું પતરું તોડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

ભાવનગર -  ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મફતનગરમાં મોડી રાત્રે અસામાજિક તત્વો વચ્ચે સામસામે ઉગ્ર માથાકૂટ અને બેફામ પથ્થરમારો થતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ હિંસક અથડામણની ઝપેટમાં આવતાં નિર્દોષ કરિયાણાના વેપારીની દુકાનને નુકસાન પહોંચ્યું હતું. ભયનો માહોલ સર્જનાર ચાર શખ્સને બોરતળાવ પોલીસે ઝડપી લીધા છે.

અક્ષરપાર્ક રોડ પર સીતારામ સ્ટોર ચલાવતા વિજયભાઈ હરજીભાઈ સોલંકી મોડી રાત્રે ઘરે હાજર હતા ત્યારે તેમની શેરીમાં શૈલેષ ધનજીભાઈ પરમાર તથા નરેશ ઉર્ફે મચ્છા પ્રવિણભાઈ પરમાર (એક પક્ષે) અને સામે પક્ષે મનીષ નરેશભાઈ બારૈયા તથા સન્ની રાજુભાઈ મકવાણા વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો શરૃ થયો હતો. બંને પક્ષે ફેંકાયેલા પથ્થરો વિજયભાઈની દુકાનના સિમેન્ટના પતરા પર વાગતાં પતરાં તૂટી ગયાં હતાં. દુકાનમાં બેઠેલા તેમના સસરાએ પથ્થરો ફેંકવાની ના પાડતાં ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ધજીવતા નહીં છોડીએધ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ બોરતળાવ પોલીસે શૈલેષ પરમાર, નરેશ ઉર્ફે મચ્છા, મનીષ બારૈયા અને સન્ની મકવાણા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.