Bhavnagar

કારમાંથી રૃા.૨૬ હજારનો વિદેશી દારૃ મળ્યો, બુટલેગર ફરાર

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
ભાવનગર LCBએ મહુવાના ઇન્દિરાનગરમાં દરોડો પાડી, માવજીભાઈના ચોક પાસેથી પાર્ક કરેલી ઇકો કારમાંથી ₹26,706નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. પોલીસે ₹3 લાખની કાર સહિત કુલ ₹3,26,706નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી અજય અશોકભાઈ બાંભણીયા સ્થળ પર હાજર ન હોવાથી, તેની ધરપકડ માટે LCBએ કવાયત હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કારમાંથી રૃા.૨૬ હજારનો વિદેશી દારૃ મળ્યો, બુટલેગર ફરાર

મહુવાના ઈન્દિરાનગરમાં એલસીબીનો દરોડો

પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ ભાવનગર એલસીબીએ રૃ. ૩.૨૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

ભાવનગર -  ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે મહુવાના ઈન્દિરાનગર વિસ્તારમાં મળેલી ખાનગી બાતમીના આધારે દરોડો પાડીને એક ઈકો ગાડીમાંથી ગેરકાયદે રીતે રખાયેલો ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૃનો જથ્થો ઝડપી પાડયો છે. જોકે, પોલીસની રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.

ભાવનગર એકસીબીની ટીમ પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઈન્દિરાનગરમાં માવજીભાઈના ચોક પાસે પાર્ક કરેલી સફેદ કલરની ઈકો કાર (નં. જીજે-૨૩-એએફ-૪૨૩૬) ની તલાશી લેવામાં આવી હતી. કારમાંથી વિવિધ બ્રાન્ડની ઈંગ્લિશ દારૃની સીલપેક ૪૫ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૃ. ૨૬,૭૦૬ થાય છે. પોલીસે રૃ. ૩,૦૦,૦૦૦ ની કિંમતની ઈકો કાર અને દારૃનો જથ્થો મળીને કુલ રૃ. ૩,૨૬,૭૦૬ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.કારના માલિક અને અજય અશોકભાઈ બાંભણીયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, એલસીબીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાભી દ્વારા તેની ધડપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.