પાયલોટિંગ કરી ભાવનગરમાં ઘૂસાડાતો રૃા.૨.૫૧ લાખનો વિદેશી દારૃ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સિદસર ગામ પાસે ગેરકાયદે દારૃની ૧,૫૩૬ બોટલ, કાર અને મોબાઈલ મળી કુલ રૃા.૫.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર - ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીના આધારે સિદસર ગામના બસ સ્ટેન્ડ નજીક બાપા સીતારામની મઢુલી પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને પરપ્રાંતિય ઈંગ્લીશ દારૃનો મોટો જથ્થો ઝડપી પાડયો છે.
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત સઘન ચેકિંગ અને પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે, પરપ્રાંતમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો વાહન મારફતે ભાવનગરમાં ઘૂસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે સિદસર ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલી બાપા સીતારામની મઢુલી પાસે ફિલ્મી ઢબે વ્યુહાત્મક વોચ ગોઠવી હતી અને પરપ્રાંતિય ઈંગ્લીશ દારૃનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને મળેલ બાતમી મુજબ, ભાવનગરના આડોડીયાવાસ વિસ્તારમાં રહેતો રોમેશ પરમાર અને તેના સાગરીતો પંજાબ અને હરિયાણા રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૃનો જથ્થો મંગાવી રહ્યા હતા. આ દારૃના જથ્થાને સલામત સ્થળે પહોંચાડવા માટે તેઓ આગળ કિયા કાર મારફતે પાયલોટિંગ કરી રહ્યા હતા. જ્યારે તેમની પાછળ સ્વિફ્ટ કાર (નંબર જીજે-૦૧-આર ઝેડ-૫૨૦૭) માં ગેરકાયદેસર દારૃ લવાઈ રહ્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરી રોડ પર આડશ મૂકીને સ્વિફ્ટ કારને ઘેરી લીધી હતી અને તેને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૃની કુલ ૧,૫૩૬ બોટલો (જેની અંદાજિત કિંમત રૃા.૨,૫૧,૯૦૪ થાય છે) મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી કાર ચાલક મેઘરાજ ઉર્ફે પવન વિજયભાઈ પરમાર (રહે. અમદાવાદ) ની ધરપકડ કરી અટકાયત કરી હતી. મેઘરાજે પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે, તેને દારૃની હેરાફેરીના એક ફેરાના રૃા.૩,૦૦૦ના ભાડા લેખે માત્ર ડ્રાઈવિંગ કરવા માટે સાથે રાખવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૃા.૨.૫૧ લાખની કિંમતનો વિદેશી દારૃ, રૃા.૩ લાખની કિંમતની સ્વિફ્ટ કાર અને રૃા. ૧૦,૦૦
૦ ની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ રૃા.૫,૬૧,૯૦૪નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસના મુખ્ય સૂત્રધાર રોમેશ દિનેશભાઈ પરમાર, સુમીત સુનીલભાઈ પરમાર અને રોહીત પ્રદિપભાઈ રાઠોડ (તમામ રહે. આડોડીયાવાસ, ભાવનગર) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે આગળની વધુ તપાસ પીએસઆઈ ડી. એન. જાડેજા ચલાવી રહ્યા છે.




