ગરાજીયા ગામે યુવાન ઉપર ૫ શખ્સનો જીવલેણ હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માથા અને છાતિના ભાગે ગંભીર ઈજા સાથે યુવકને હોસ્પિટલ ખસેડાયો
જૂની અદાવતની દાઝ રાખી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી
ભાવનગર - પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે જૂની અદાવતની દાઝ રાખી પાંચ શખ્સે યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગરાજીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા જયરાજભાઈ ઘુઘાભાઈ બારૈયાને થોડા સમય પૂર્વે ભોળા ખાંટાભાઈ ખોડા નામના શખ્સે ભરવાડ શેરીમાં નહીં ચાલવાનું કહીં તેની સાથે બોલાચાલી કરી હતી. તે બાબતની દાઝ રાખી ગઈકાલે ગુરૃવારે રાત્રિના સમયે ગામના પાદરમાં ગોપાલ ખાંડાભાઈ ખોડા, ભરત ખાંટાભાઈ ખોડા, લાલા ખાંટા ખોડા, હરેશ લાલજીભાઈ ચૌહાણ અને ભોળા ખાંટાભાઈ ખોડા (રહે, તમામ ગરાજીયા) નામના શખ્સોએ એકસંપ કરી જયરાજભાઈ ઉપર ફરશી, કુહાડી અને લાકડીઓ વડે હુમલો કરી માથા, છાતિના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુવાને પાંચેય હુમલાખોર સામે પાલિતાણા રૃરલ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.




