પોલીસ-વાહનચાલકો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા, ચાર શખ્સ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુરેન્દ્રનગર નાયબ મામલતદારની ટીમને ચકમો આપી ડમ્પરચાલકો ભાગ્યા
પાળિયાદ, બોટાદ શહેર અને ગ્રામ્ય પોલીસને પણ હંકાવી, કારમાં સવાર શખ્સો ફરાર
ભાવનગર - બોટાદ તાલુકામાં ડમ્પરવાહનમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા શખ્સોએ પોલીસને પાછળ પાછળ દોડાવી હંકાવી દીધા બાદ આખરે સમઢિયાળા ગામ પાસેથી પોલીસે ચાર શખ્સને દબોચી લીધા હતા. જ્યારે મદદગારીમાં આવેલી કારમાં સવાર શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
સુરેન્દ્રનગર મામલતદારની ટીમે ગત રાત્રિના સમયે એક નંબરપ્લેટ વિનાના ડમ્પરને રોકવાનો પ્રયાસ કરતા ડમ્પરચાલક પુરપાટ ઝડપે હંકારી પાળિયાદ તરફ નાસી ગયો હતો. જેથી સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર કે.કે.પિયાડે બોટાદ જિલ્લા પોલીસ કંટ્રોલમાં ફોન કરી ડમ્પરને રોકવા વર્ધી આપતા પાળિયાદ પોલીસના સ્ટાફે બાબરકોટ ચોકડી પાસે નાકાબંધી કરી હતી. મોડીરાત્રિના સમયે ડમ્પર પસાર થતાં તેને રોકવા પ્રયાસ કરતા ચાલકે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી બોટાદ તરફ ભગાડી મુક્યું હતું. જેથી પાળિયાદ પોલીસની પીઆરઆર ગાડીએ પીછો કર્યો હતો. તેમ છતાં ડમ્પરચાલક પકડમાં આવ્યો ન હોય, કંટ્રોલ રૃમમાં જાણ કરી બોટાદ પીઆરને મદદમાં બોલાવી હતી. દરમિયાનમાં તરઘરાથી આગળ એક નંબર પ્લેટ વિનાની કાર તેમજ આગળ જતાં અન્ય એક ડમ્પર વાહને પણ ડમ્પરની મદદે આવી ત્રણેય વાહનો ભગાડી મુક્યા હતા. પોલીસ અને ડમ્પર, કારચાલકો વચ્ચે સર્જાયેલા ફિલ્મીદ્રશ્યોમાં બોટાદ ગ્રામ્ય પોલીસ પણ પીસીઆર લઈ વાહનોનો પીછો કરવા પહોંચતા આખરે બોટાદ શહેરથી લાઠીદડ રોડ અને ત્યાંથી સમઢિયાળા નં.૧થી આગળ સ્કાયમીલ પાસે ડ્રાવર્જનમાં બન્ને ડમ્પર વાહનો ઉભા રાખી દેવામાં આવ્યા હતા. જ્યારે કારમાં સવાર શખ્સો નાસી ગયા હતા. સ્થળ પર પહોંચેલી પોલીસની ટીમોએ બન્ને ડમ્પરમાંથી વિશાલ વિનોદભાઈ રાઠોડ, દીપક જીવરાજભાઈ બોરણિયા (રહે, બન્ને ટીમ્બલા, તા.બરવાળા), અશોક છનાભાઈ ધામેશા અને પ્રદીપ અજીતભાઈ જાદવ (રહે, બન્ને બરવાળા)ને નીચે ઉતારતા ચારેય શખ્સે પોલીસ સાથે ગેવર્તન કરી કાયદેસરની ફરજમાં રૃકાવટ કરી હતી. બનાવ અંગે પાળિયાદ પોલીસમાં ફરજ બજાવતા વનરાજભાઈ પુનાભાઈ બથવારે ઉપરોક્ત ચારેય શખ્સો અને એસન્ટ ગાડીના ચાલક સામે પાળિયાદ પોલીસમાં બીએનએસની કલમ ૨૨૧, ૨૮૧, ૫૪ અને એમ.વી. એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.




