પોપટનગરમાં જૂની અદાવતમાં પિતા-પુત્રોએ યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં દિવાળીની રાત્રિ રક્તરંજિત
કરચલીયાપરા વિસ્તારમાં પંજાબી શાક લેવા નીકળેલા યુવક પર ઘાત લગાવી હુમલો,પિતાને પણ માર માર્યો
ભાવનગર - ભાવનગરના કરચલીયાપરા, પોપટનગર વિસ્તારમાં દિવાળીની રાત્રિએ એક યુવકની ઘાતકી હત્યાથી ભારે ચકચાર મચી ગઈ છે. યુવાન જમવાનું લઈને ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન ત્રણ ઈસમોએ ઘાત લગાવીને છરીના છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા . આ ઘટનાને લઇ કરચલીયા પરામાં તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો
આ સમગ્ર બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના કરચલીયા પર આવી વિસ્તારમાં આવેલ પોપટ નગર ખાતે રહેતા રોહિતભાઈ બુધાભાઈ બારૈયા (ઉ.વ. ૩૨) ગત રાત્રિના આશરે દસેક વાગ્યે ઘર પાસેથી પંજાબી શાક લેવા માટે મોટરસાઈકલ લઈને નીકળ્યા હતા. આ દરમિયાન અગાઉની એક વર્ષ જૂની બોલાચાલી અને મનદુઃખની દાઝ રાખીને વિજય પરશોતમભાઈ રાઠોડ અને તેના બે પુત્રો રામ ઉર્ફે રામો તથા કાતક ઉર્ફે ગોરીલોએ ત્યાં આવીને હુમલો કર્યો હતો. વિજયએ યુવકને પકડી રાખ્યો હતો અને તેના બંને પુત્રોએ છરી વડે રોહિતભાઈના છાતી, ગરદન, વાંસા તથા ડાબા બાવડાના ભાગે આડેધડ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. દરમિયાન પુત્રને બચાવવા વચ્ચે પડેલા તેમના પિતા બુધા પર પણ ત્રણેયે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ રોહિતભાઈને મૃત જાહેર કર્યા હતા. તહેવારના દિવસોમાં જ ખુલ્લેઆમ છરીઓ ઉછળીને યુવકની હત્યા થઈ જવાની આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કર્યો છે અને પોલીસ ચોકી કે પેટ્રોલિંગ સામે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ખડા કર્યા છે. આ બનાવ સંદર્ભે મૃતકના માતા જાગૃતીબેન બુધાભાઈ બારૈયા એ ત્રણ ઇસમ વિરૃધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




