Bhavnagar

૧૬મીએ સુભાષનગર ચોક માર્ગ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

By GS Team
10 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગરના ભગવાનેશ્વર મહાદેવ મંદિરેથી નીકળશે. આથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણીએ ટ્રાફિક નિયમનનું જાહેરનામું બહાર પાડ્યું છે. સવારે 5 થી 10 વાગ્યા સુધી પટેલ પાર્કથી સુભાષનગર ચોક સુધી વાહન પ્રવેશ બંધ રહેશે. વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે. આવશ્યક સેવાઓને મુક્તિ અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૧૬મીએ સુભાષનગર ચોક માર્ગ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

રથયાત્રાને લઈ ટ્રાફિક નિયમનનું જાહેરનામું પ્રસિધ્ધ

વાહનચાલકોએ આસપાસના અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે

ભાવનગર -  આગામી તા.૧૬ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળનાર હોવાથી રથયાત્રાના રૃટ પર ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે હેતુસર ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણીએ જાહેરનામું બહાર પાડયું છે.

જાહેરનામા મુજબ તા. ૧૬મીએ સવારે ૫ થી ૧૦ સુધી પટેલ પાર્કથી સુભાષનગર ચોક સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ દરમિયાન વાહનોને નિયત કરાયેલા વૈકલ્પિક માર્ગો (ડાયવર્ઝન) પરથી પસાર થવાનું રહેશે. ભાવનગર એરપોર્ટથી પટેલ પાર્ક તરફ આવતા વાહનોને સુભાષનગર ચોકથી શિવાજી સર્કલ તરફ ડાયવર્ટ કરાશે. જયારે પટેલ પાર્કથી એરપોર્ટ તરફ જતા વાહનોને લાલ બહાદુર શાી સર્કલથી ઘોઘા રોડ પોલીસ સ્ટેશન તરફ તથા આનંદનગર તરફ જતાં રોડ બાજુ ડાયવર્ટ કરાશેે. પોલીસ, મહેસૂલ, પીજીવીસીએલ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતની આવશ્યક સેવાઓના વાહનો તેમજ રથયાત્રામાં સામેલ વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ અપાઈ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાશે.