૯૧ વીજ કનેક્શનોમાં રૃા.૪૧ લાખની વીજચોરી પકડાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર સીટી-૨ ડિવિઝનમાં વીજચેકિંગ ડ્રાઈવ
ચાર સબ ડિવિઝનમાં પીજીવીસીએલની ૩૮ ટીમે ૬૨૨ કનેક્શન તપાસ્યા
ભાવનગર - પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરીના સીટી-૨ ડિવિઝનમાં આજે વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૯૧ કનેક્શનોમાં રૃા.૪૧.૩૮ લાખની વીજચોરી પકડાઈ છે.
પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના સીટી-૨ ડિવિઝનમાં આજે વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ડિવિઝનના અકવાડા, ઘોઘા, મામસા અને ચિત્રા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં પીજીવીસીએલની ૩૮ ટીમ દ્વારા ૫૮૧ રહેણાંકી, ૨૭ વાણિજ્ય અને ૧૪ ખેતીવાડી કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૮૪ રહેણાંકી, પાંચ વાણિજ્ય અને ૨ ખેતીવાડી સહિત કુલ ૯૧ કનેક્શનમાં રૃા.૪૧.૩૮ લાખની વીજચોરી પકડાતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.




